મેડિકલ વેસ્ટ ઠાલવી રહેલા ટ્રકચાલકને ગ્રામજનો એ ઝડપી પડ્યો અને પોલીસ ના હવાલે કર્યો
દસ થી વધુ ટ્રક દ્વારા મેડિકલ વેસ્ટ ઠલવાયું હોવાની ચર્ચા
કપિલ પટેલ અરવલ્લી
ધનસુરા તાલુકા ના કોલવડા ગામ ની સીમ પાસે છેલ્લા કેટલાંય સમયથી કેટલાક અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ગેરેજ અને કેમિકલ ફેક્ટરીઓ ના વેસ્ટ માલસામાન ની આડ માં મેડિકલ વેસ્ટ એક ચોક્કસ જમીન માં ઠાલવવામાં આવતો હોવાને લીધે ગ્રામજનોમાં છેલ્લા કેટલાય સમયથી રોષે ભરાયેલા જોવા મળી રહયો હતો. મેડિકલ વેસ્ટથી કંટાળેલા ગ્રામજનોએ આવા તત્વો પર બાજ નજર રાખી રહ્યા હતા
કોલવડા ગામનજીક કેટલાંક વ્યક્તિઓ દિલ્હી મુંબઈ સુરત રાજસ્થાન થી અલગ અલગ સ્થળો થી ગેરેજ અને કેમિકલ ફેક્ટરીઓ ના વેસ્ટ સમાન ની આડ માં મેડિકલ વેસ્ટ ઠાલવી જતાં હતાં તે ગ્રામજનો જોઈ ગયા હતા. ગ્રામજનોએ અને તેમાંય યુવાનો ની ટીમે તાબડતોબ
ટ્રક અને ટ્રક ચાલકને ઝડપી પાડ્યો હતો અને મીડિયા તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીમાળી ,ધનસુરા પોલીસ ના પી આઈ ઉર્વશી બેન પટેલ તેમજ ડ્રગ સ ઇન્સ્પેકટર આરોગ્ય મિનિસ્ટર ઋષિકેશ પટેલ સહિત ના ઓને ગ્રામ પંચાયતના સરપંચ દિનેશભાઇ પટેલ , એડવોકેટ કાર્તિક પટેલ,બાબુભાઇ પટેલ,નરેન્દ્રભાઈ પટેલ સહિત ના લોકો એ ટેલિફોન દ્વારા સમગ્ર ઘટના ની જાણકારી આપી હતી જેના પગલે ધનસુરા પોલીસ સ્ટેશન ના પી આઈ ઉર્વશી બેન પટેલ અને તેમનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા હતા એને ટ્રક તેમજ ટ્રક ચાલક અને જમીન માલિક તેમજ જમીન ભાડે રાખનાર વ્યક્તિઓ ને ધનસુરા પોલીસ સ્ટેશને લઈ ગયા હતા જ્યાં પોલીસે એફ એસ એલ ના સેમ્પલો એફ એસ એલ ટીમ ને મોકલી લેવામાં આવ્યા હતા અને હાલ જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં ટ્રક નંબર જી જે 09 એ વી 7203 દ્રાઇવર રફીકભાઈ યુસુફભાઈ પાંખડી તેમજ ઇસ્માઇલભાઈ બુલા વેસ્ટ કચરા ના કોન્ટ્રાકટર અને જમાલભાઈ ડાઉદભાઈ સુથાર ની મારફતે ઓઇલ રિફાઇન્ડ કરતી ગ્રીન જેન ઇનવીરો પ્રોટેક્શન એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ કંપની સિંગાપુર રાજસ્થાન ખાતે થી આ કચરા નો વેસ્ટ ભરાવેલ હતો અને સિકંદરભાઈ ઇબ્રાહિમભાઈ ગુજરાતી ની જમીન સર્વે નંબર 678 વાળી જમીન માં વેસ્ટ કચરો ઠાલવી રહ્યા હતા આ તમામ મોડાસા ના રહેવાસીઓ છે જેમની સામે કોલવડા સરપંચ દિનેશભાઇ પટેલે જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી ગ્રામજનો અને સરપંચે જનતા ના સ્વસ્થ માટે ખુબજ જોખમ કારક હોવાનું જણાવ્યું હતું અને આ વિસ્તાર ના મુંગા પશુઓ માટે પણ જોખમ હોવાનું જણાવી રહ્યા હતા