➡️ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇ.ચા. પોલીસ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા અને પો.સબ ઇન્સ. શ્રી પી.આર.સરવૈયા તથા એલ.સી.બી.નાં સ્ટાફને ભાવનગર જીલ્લામાં થતી મિલ્કત સંબંધી/વાહન ચોરી સંબંધી ગુન્હાઓ શોધી કાઢી આરોપીઓને ઝડપી લેવા સુચના આપેલ.
➡️ આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ઇ.ચા. પો.ઇન્સ.,એલ.સી.બી., ભાવનગરનાંઓની સુચના અને માર્ગદર્શન મુજબ મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતાં.દરમ્યાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં વિરપુર ગામ પાસે આવતાં બાતમીરાહે હકિકત મળી આવેલ કે,’’ દિનેશ ધીરૂભાઇ વાઘેલા રહે.ગારીયાધાર રોડ, પાલીતાણા તથા દિનેશ ભાવેશભાઇ ચારોલીયા રહે.નાની રાજસ્થળી તા.પાલીતાણા અને દશરથ ભુપતભાઇ દેવીપુજક રહે. પાલીતાણા જી.ભાવનગરવાળા હિરાનાં પેકેટ, મોબાઇલ ફોન વેચવા માટે વિરપુર,તપસ્વી બાપુની મઢી પાસે ઉભા છે.તેઓ પાસે રહેલ હિરાનાં પેકેટ તથા મોબાઇલ ફોન ચોરી કરેલ હોવાની શંકા છે.’’જે બાતમી આધારે બાતમી વાળી જગ્યાએ આવતાં મઢી પાસે (૧) દિનેશ ધીરૂભાઇ વાઘેલા ઉ.વ.૨૩ ધંધો-મજુરી રહે.સી.એન.જી. ગેસ પંપ પાસે, ગારીયાધાર રોડ, પાલીતાણા, જી.ભાવનગર તથા દિનેશ ભાવેશભાઇ ચારોલીયા ઉ.વ.૧૯ ધંધો-મજુરી રહે.નાની રાજસ્થળી તા.પાલીતાણા, જી.ભાવનગર વાળા હાજર મળી આવેલ.આ બંને ઇસમોની અંગજડતી કરતાં દિનેશ ધીરૂભાઇ વાઘેલા પાસેથી લાલ-કાળા કલર જેવો વીવો કંપનીનો મોડલ નં.૧૯૦૧ મોબાઇલ મળી આવેલ. આ દિનેશ ભાવેશભાઇ ચારોલીયાની અંગજડતી કરતાં કાળા કલરનો કી-પેડવાળો સેમસંગ કંપનીનો મોબાઇલ મળી આવેલ.જે બંને પાસે મોબાઇલો અંગે તેઓની પાસે આધાર કે બિલ માંગતાં નહિ હોવાનું અને ફર્યુ-ફર્યુ બોલતાં હોય.જે મોબાઇલો તેઓએ ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતું હોય.જે વિવો મોબાઇલ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા સેમસંગ કંપનીનો મોબાઇલ કિ.રૂ.૫૦૦/- ગણી તપાસ અર્થે કબ્જે કરી બંને ઇસમોને હસ્તગત કરવામાં આવેલ.
➡️ આ મજકુર બંને ઇસમોની વારાફરતી પુછપરછ કરતાં તેઓ બંનેએ તેનાં સાગરીત સાથે મળી આજથી આશરે પંદરેક દિવસ પહેલાં રાત્રીનાં ડમરાળા ગામે ઝુંપડામાંથી મોબાઇલ ફોન-૦૩ તથા ગારીયાધાર ગામમાં પાન-બીડી-માવા અને રૂ.૩૭૦/- તથા હિરાનાં કારખાનાંનાં તાળા તોડી હિરાનાં પેકેટ અને બંધ મકાનમાં રાખેલ કાળા કલરનું લાલ પટ્ટાવાળું શાઇન ગાડીની ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ. જે બંને ઇસમોને પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવેલ.
➡️ આમ, ભાવનગર,એલ.સી.બી. પોલીસે આરોપી ઓને પકડી ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં ખુબ જ મહત્વની સફળતા મળેલ છે. આ બંને ઇસમોને ઘરફોડ ચોરીનાં ગુન્હામાં અટક કરવા માટે ગારીયાધાર પોલીસ સ્ટેશન જાણ કરવા તજવીજ કરવામાં આવેલ છે.
➡️ આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં ઇ.ચા. પોલીસ ઇન્સ.શ્રી એન.જી.જાડેજા તથા પો.સબ ઇન્સ.શ્રી પી.આર. સરવૈયાનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. જયદાનભાઇ લાંગાવદરા, જયરાજસિંહ જાડેજા,વિઠ્ઠલભાઇબારૈયા,પો.કોન્સ. બીજલભાઇ કરમટીયા,શકિતસિંહ સરવૈયા વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતાં.