યુવા ખેડબ્રહ્મા ગૃપના સભ્યોએ ખેડબ્રહ્માને હરીયાળુ બનાવવા માટે સમગ્ર શહેરની દરેક સોસાયટીમાં તથા બજારની અંદર અલગ અલગ પ્રકારના વૃક્ષ રોપીને ગ્રીન સીટી બનાવવાની નેમ સાથે આજથી 31 જુલાઈ સુધી ચલાવશે.
પશુ-પક્ષીને શહેરમાં જ છાંયડો, ફળફળાદી મળી રહે તેમાટે જુદા જુદા પ્રકારના વૃક્ષો જેવા કે લીમડો, બોરસલી, જામફળ, જાંબુ, દાડમ, સેવન, કરંજ, શેતુર, અરડુસી, બિલી જેવા 25 જાતના વૃક્ષો ખેડબ્રહ્મા શહેરમાં રોપવામાં આવશે તેમ યુવા ખેડબ્રહ્મા ગૃપના પ્રમુખ બ્રિજેશ બારોટે જણાવ્યુ હતુ.
નિકુંજ રાવલ ખેડબ્રહ્મા