➡ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી. ઓડેદરા, પો.સબ ઇન્સ.શ્રી એન.જી.જાડેજા,શ્રી પી.આર.સરવૈયા તથા પેરોલ ફર્લો તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.
➡ આજરોજ ભાવનગર,એલ.સી.બી/ પેરોલ ફર્લો.સ્ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતાં.તે દરમ્યાન પો. હેડ કોન્સ. ઘનશ્યામભાઇ ગોહિલ તથા પો.કોન્સ. સંજયભાઇ ચુડાસમાને બાતમીરાહે હકિકત મળેલ કે, ભાવનગર,પાલીતાણા રૂરલ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૩/૨૦૧૬ ઇ.પી.કો.કલમઃ-૩૦૨,૧૨૦ બી મુજબનાં ગુન્હાનાં કામે રાજકોટ મધ્યસ્થ જેલમાં પાકા કામનાં કેદી તરીકે રહેલ રાજેન્દ્દસિંહ ઉર્ફે રાજુ લક્ષ્મણભાઇ રાઠોડ રહે.કઠવા તા.તળાજા જી.ભાવનગરવાળા ફર્લો રજા પરથી ફરાર થઇ ગયેલ.જે હાલ બોટાદ જિલ્લાનાં ગઢડા તાલુકાનાં ખીજડીયા ગામે હાજર છે. જે હકિકત આધારે એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોએ ખીજડીયા ગામે જઇ તપાસ કરતાં પાકા કામનાં કેદી રાજેન્દ્દસિંહ ઉર્ફે રાજુ લક્ષ્મણભાઇ રાઠોડ ઉ.વ.૩૭ રહે.કઠવા તા.તળાજા જી.ભાવનગરવાળાહાજર મળી આવેલ. જેથી તેને હસ્તગત કરી ભાવનગર લાવી તેઓ કોરોના ટેસ્ટ કરાવતાં નેગેટીવ રીપોર્ટ આવતાં રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપવામાં આવેલ છે.
➡ આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી વી.વી.ઓડેદરા, પો.સબ ઇન્સ.શ્રી એન.જી.જાડેજા તથા પી.આર.સરવૈયાનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફનાં ઘનશ્યામભાઇ ગોહિલ,સાગરભાઇ જોગદિયાા, મહેન્દ્દભાઇ ચૌહાણ,સંજયભાઇ ચુડાસમા, ઇમ્તીયાઝખાન પઠાણ, ધર્મેન્દ્દસિંહ ગોહિલ વિગેરે માણસો જોડાયા હતાં.