અમદાવાદ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૧માં જન્મદિવસે અમદાવાદના લાલ બહાદુર શાસ્ત્રી તળાવના નરેન્દ્ર મોદી વનમાં રેકોર્ડ બ્રેક ૭૧ હજાર વૃક્ષારોપણ કરીને પ્રકૃતિ પ્રેમનો સંદેશો આપ્યો હતો.
આ ૭૧ હજાર વૃક્ષો શહેરના ગ્રીન કવર વિસ્તાર વધારવામાં મદદરૂપ બનશે તેવું જણાવી મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના નગરો-મહાનગરોમાં વધુમાં વધુ વૃક્ષો વાવીને પર્યાવરણ જળવાય અને શુદ્ધ પ્રાણવાયુ મળે તે માટે ગ્રીન કવર વધારવાની નેમ વ્યક્ત કરી હતી.
તેમણે કહ્યું કે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્ર ભાઈ મોદી એ વન મહોત્સવ ને જન ભાગીદારી થી જન મહોત્સવ બનાવી રાશિ વન, નક્ષત્ર વન.જેવા ૨૧ વનો ના નિર્માણ રાજ્યમાં વિવિધ સ્થળોએ કર્યા છે.
શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે એમ પણ ઉમેર્યું કે
ગુજરાતમાં આ વનીકરણ ને પરિણામે દોઢ બે દાયકામાં રાજ્યમાં વન બહાર ના વિસ્તારોમાં 58 ટકા ના વધારા સાથે 39.75 કરોડ વૃક્ષો ગુજરાત ધરાવતું થયું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા “mission million trees” અભિયાનને વેગવંતુ બનાવવા જે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં અમદાવાદ ના સાંસદ શ્રી સર્વ શ્રી હસમુખભાઈ પટેલ, કિરીટભાઈ સોલંકી, ધારાસભ્ય સર્વ શ્રી પ્રદિપસિંહ જાડેજા, વલ્લભભાઈ કાકડીયા, અમદાવાદ શહેરના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ, કોર્પોરેટર સર્વશ્રીઓ, પક્ષના નેતા શ્રી ભાસ્કરભાઈ ભટ્ટ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી મુકેશકુમાર, મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.