અમિત પટેલ.અંબાજી
કરોડો શ્રદ્ધાળુઓની પરમ શ્રધ્ધા તેમજ શક્તિ, ભક્તિ અને આસ્થાના પરમ કેન્દ્ર સમાન પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે સ્વર્ણિમ ગુજરાત-૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના અધ્યક્ષશ્રી આઇ.કે.જાડેજાએ સાંજની આરતીમાં ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા-અર્ચના કરી મા જગદંબાના આશિર્વાદ મેળવ્યાં હતાં.
આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, આજે માં અંબેના દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ત્યારે મા અંબેને પ્રાથના કરી છે કે, દેશમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર આવે જ નહીં. તેમજ દેશના તમામ લોકોનું જીવન નિરોગી અને તંદુરસ્ત રહે તથા લોકોના ઘરમાં સુખ-સમૃધ્ધિ પથરાય. તેમણે જણાવ્યું કે, આપણી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વિકાસના અનેક કાર્યો થકી દેશ અને રાજ્ય સતત પ્રગતિના સોપાનો સર કરી રહ્યું છે.તેમણે કહ્યું કે, આવતી કાલે આપણા સૌના લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી ગુજરાતને વિકાસના નવા પ્રકલ્પોની અને નવનીતમ યોજનાની ભેટ આપવા છે જેનાથી રાજ્યની વિકાસયાત્રાને નવી ગતિ મળશે.
આ પ્રસંગે અંબાજી દેસ્થાન ટ્રસ્ટના વહીવટદારશ્રી એસ.જે.ચાવડા અને માઈભક્તો ઊપસ્થિત રહ્યાં હતાં.