Breaking NewsCrime

ફરીયાદકા ગામ શેઢાવદર જવાના રોડે ખુલ્લી જગ્યામા બાવળની કાંટમા જુગાર રમતા પાંચ શકુનીઓ ને રૂ ૨૨,૧૧૦/- નાં મુદ્દામાલ સાથે પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબેની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં દારૂ જુગારની બદી નેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ.
જે સુચના આઘારે એલ.સી.બી. સ્ટાફના માણસો આજરોજ રાઉન્ડમાં તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે ફરીયાદકા ગામ શેઢાવદર જવાના રોડે લાલાભાઇ દિનેશભાઇ રાવળની વાડીની પાછળ આવેલ ખુલ્લી જગ્યામા બાવળની કાંટમા જાહેર જગ્યામાં અમુક ઇસમો ગંજીપતાનાં પાના-પૈસા વતી તીનપત્તી નો હારજીતનો જુગાર રમે છે.જે હકિકત આઘારે બાતમીવાળી જગ્યા ઉપર પંચો સાથે રેઇડ કરતા કુલ-૦૫ ઇસમો જાહેરમાં ગંજી પતાના પના વતી પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમતા મળી આવતા તેઓને જેમના તેમ બેસાડી દેતા જેમાં

(૧) દિપકભાઇ નરોત્તમભાઇ રાઠોડ ઉ.વ.૪૨ રહે.ભરતનગર જુના સિંગલીયા બ્લોક નં.-૮૮ બાર નંબરના બસ સ્ટેન્ડ પાસે ભાવનગર (૨) ભરતભાઇ લક્ષ્મીશંકર જોષી ઉ.વ.૩૭ રહે.કાળીયાબીડ પુનમ સો.સા. પ્લોટ નં.૪૮૩૨/બી/૧ નીલમણીનગર રોડ મહાવીરનગર સામે ભાવનગર (૩) રાજેન્દ્રભાઇ નટવરલાલ જાની ઉ.વ.૩૯ રહે.પ્લોટ નં.૩૬૧ કર્મચારી નગર ફુલચરગામ ભાવનગર (૪) મુકેશભાઇ હિમ્મતભાઇ વાઘેશ્ર્વરી ઉ.વ.૩૪ રહે.આખલોલ જકાતનાકા ઇન્દીરાનગર રાજ મંદીર પાન પાછળ ભાવનગર (૫) શશીકાંતભાઇ ચીમનભાઇ જોષી ઉ.વ.૪૮ રહે.ભરતનગર સીંગલીયા બ્લોક નં.૩૮ મ્યુ.સ્કુલ પાસે ભાવનગર
ઉપરોકત પાંચ ઇસમો જાહેરમાં ગંજીપતાનાં પાનાં વડે પૈસા વતી હારજીત નો તીન પત્તીનો જુગાર રમી-રમાડતા ગંજીપતાનાં પાના-૫૨ કિ.રૂ.૦૦/૦૦-,તથા રોકડ રૂ.૨૨,૧૧૦/- નાં મુદ્દામાલ સાથે પકડાય જતા તમામ સામે જુ.ધા.કલમઃ-૧૨ મુજબ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.
આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પો. ઇન્સ.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ સાગરભાઇ જોગદિયા તથા હેડ કોન્સ મહેન્દ્રભાઇ ચૌહાણ તથા હેડ કોન્સ ઘનશ્યામભાઇ ગોહીલ તથા હેડ કોન્સ. જયરાજસિંહ જાડેજા તથા હેઙ કોન્સ વનરાજભાઇ ખુમાણ તથા પો.કો વિઠ્ઠલભાઇ બારૈયા પો.કોન્સ સંજયભાઇ ચુડાસમા એ રીતેનાં સ્ટાફનાં માણસો જોડાયા હતા.

રિપોર્ટર વિપુલ બારડ ભાવનગર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 358

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *