દેવભૂમિ દ્વારકા: ભણવાડના પાછતર ના ગ્રામ સેવક સંજયભાઇ ચતુરભાઇ ઓળકીયા ઉ.વ.૨૭ ને 10 હજારની લાંચ લેતા એસીબીએ ઝડપી લીધો છે.
બનાવની વિગત જોઈએ તો આ કામના ફરીયાદીએ મુખ્ય મંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના હેઠળ પોતાની ખેતીની જમીનમાં ગોડાઉન બનાવેલ. બાદ સરકારશ્રી તરફથી યોજના મુજબ મળતી સબસીડીની રકમ મંજુર કરાવવા આ કામના આરોપીને સ્થળ વિઝીટ કરવા બોલાવેલ જેથી આરોપીએ ફરીયાદીની સબસીડીની ફાઇલ મંજુર કરાવવા રૂ.૧૦,૦૦૦/-ની ગેરકાયદેસર લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, દેવભુમી દ્રારકા એ.સી.બી. પો.સ્ટે.નો સંપર્ક કરી ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદ આધારે લાંચના છટકાંનુ આયોજન કરતાં આ કામના આરોપીએ ફરીયાદી પાસે રૂ.૧૦,૦૦૦/-ની માંગણી કરી, ખેતીવાડી શાખા, જુની તાલુકા પંચાયત કચેરી, ભાણવડ જી.દેવભુમી દ્રારકા ઉપર પકડાઇ ગયો હતો. આ ટ્રેપમાં સુપરવિઝન શ્રી એ.પી. જાડેજા, મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ દ્વારા કરાયું હતું અને એસીબીનીના એ.ડી. પરમાર, પો.ઇન્સ. ઇન્ચાર્જ દેવભુમી દ્રારકા એ.સી.બી. પો.સ્ટે. તથા દેવભુમી દ્રારકા/જામનગર સ્ટાફ દારા કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપીનો કોવીડ-19 નો રિપોર્ટ કરાવ્યા બાદ ધરપકડ કરવાની કાર્યવાહી કરવામાં તજવીજ કરવામાં આવેલ છે.