ભાવનગર રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી, ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પો.સબ.ઇન્સ. શ્રી એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને શહેર/ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી દારૂ/ જુગારની પ્રવૃતિ સદંતર નેસ્તનાબુદ કરવા સુચનાઓ આપેલ હતી.
આજરોજ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો પો.હેડ કોન્સ. ભહિપાલસિંહ ચુડાસમાને બાતમીરાહે મળેલ હકિકત આધારે રાહુલ ઉર્ફે ચીની જયેશભાઇ મારૂ રહે.હનુમાનદાદા ની દેરી પાસે, વણકરવાસ,ઉત્તર કૃષ્ણનગર,ભાવનગર વાળાએ ઉત્તર કૃષ્ણનગર, વણકરવાસ,કુવાવાળો ચોકથી આગળ નરસંગદાદાનાં મંદિર પાસે બહારથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવી અલગ-અલગ માણસોને ટુ વ્હીલર વાહનોમાં હેરફેર કરે છે.જે હકીકત આધારે રેઇડ કરતા તે હાજર મળી આવેલ નહિ.આ જગ્યાએથી નીચે મુજબનો ઇંગ્લીશ દારૂનો જથ્થો તથા ઇંગ્લીશ દારૂની હેર-ફેરનાં ઉપયોગ લીધેલ વાહનો મળી કુલ રૂ.૧,૯૬,૮૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી ઘોઘા રોડ પો.સ્ટેમાં પ્રોહિ.એકટની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
કબ્જે કરેલ મુદ્દામાલઃઃ-
1. ગ્રેવીટી ગ્રીન એપલ ફલેવર્ડ વોડકા ૧૮૦ ML કાચની કંપની સીલપેક બોટલ નંગ-૬૨૪ કિ.રૂ.૪૬,૮૦૦/-
2. ગ્રે કલરનું એકસેસ સ્કુટર રજી.નંબર-GJ-04-DJ-2608 કિ.રૂ.૫૦,૦૦૦/-
3. સીલ્વર કલરનું હિરો સ્પ્લેન્ડર + મોટર સાયકલ રજી.નંબર- GJ-04-DL-9172 કિ.રૂ.૫૦,૦૦૦/-
4. કાળા કલરનું હિરો સ્પ્લેન્ડર + મોટર સાયકલ નંબર પ્લેટ વગરનું કિ.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ રૂ.૧,૯૬,૮૦૦/-નો મુદ્દામાલ
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પોલીસ સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા તથા સ્ટાફનાં ભહિપાલસિંહ ચુડાસમા, વનરાજભાઇ ખુમાણ, રાજપાલસિંહ સરવૈયા, જયરાજસિંહ જાડેજા, જયદિપસિંહ ગોહિલ
રિપોટ અલ્પેશ ડાભી બ્યુરો ચીફ ભાવનગર