ત્રણ ભાગમાં પરિક્ષા વહેચાયેલી હોય છે જેમાં 1. લેખિત 2. વર્ણનાત્મક 3. ઇન્ટરવ્યુ .
આખા ભારત માંથી આશરે કુલ 30 લાખ જેટલા લોકો એ પરીક્ષા આપેલી હતી જેમાં ગુજરાત રાજ્યમાં માત્ર 20 લોકોની જ પસંદગી થવા પામી છે.જે અંતર્ગત ગોપીબેન કનૈયાલાલ રાઠોડ (ઉં.26) નુ સિલેકશન થયેલ છે.
વિશ્વની નામાંકિત સંસ્થાઓમાં શિરમોર IIM Ahemdabad( ઇન્ડિયન ઇનસ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ) એ સૌથી માનનીય , સૌથી મોંઘી અને સૌથી પ્રતિષ્ઠિત કેન્દ્રિય શૈક્ષણિક સંસ્થા છે.સામાન્ય રીતે ત્યાં ભણવાની વાર્ષિક 23 લાખ થી ફિ શરૂ થાય છે અને સર્ટિફિકેટ કોર્સ ( વર્ષ ) ની ફી 7 લાખ રૂ. જેટલી હોય છે .
આ સાથે ગોપીબેનની બે વર્ષનો MGNF કોર્સ કરવા માટે પસંદગી થઈ છે જેનો તમામ ખર્ચ કેન્દ્ર સરકાર ઉપાડશે. જેમાં તેમને રેન્કીંગ સારુ હોવાથી IIM Ahemdabad માં ભણવા જવાનો મોકો મળેલ છે . જે અંતર્ગત મહિના ના માસિક ભથ્થા સ્વરૂપે પ્રથમ વર્ષે દર મહિને 55,000 અને બીજા વર્ષે દર મહિને 60,000 મંત્રાલય દ્વારા ચૂકવવા માં આવશે .
2 વર્ષ સુધી 55,000 થી 60,000 માસિક ભથ્થુ ઉપરાંત 2 વર્ષ ના અંતે IIM તરફ થી Public Policy and Management માટે સર્ટીફીકેટ પણ આપવામાં આવશે .2 વર્ષ માટે કેન્દ્રીય સરકાર માટે કાર્ય કરવાની તક મળી .જે ખૂબ ગૌરવની બાબત છે
આ સાથે IIM Ahemdabadજેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં ભણવાની તક મળી.
હાલમાં જ તેમણે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનુ નામ પણ નોંધાવ્યુ છે .આ સાથે ગોપીબેન ઘણી બધી સામાજીક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.આદર્શ સમાજસેવી તરીકે સમાજમાં આગવુ સ્થાન ધરાવે છે.તેઓ વાંચનનો શોખ ધરાવે છે.આ પરિક્ષાના પરિણામ માટે તેઓ દિવસમાં છ થી સાત કલાકનું વાંચન કરતા હતા.
તેમના મતે સ્પર્ધાત્મક પરિક્ષાઓ પાસ કરવામાં ધીરજની કસોટી થાય છે.તેમના મતે ‘એકાગ્રતા અને મનન’ એ પરિક્ષાઓ પાસ કરવાનો મૂળ મંત્ર છે.સમાચાર પત્રો જ્ઞાનને સતત અપડેટ રાખે છે એટલે પરિક્ષાઓ માટે વર્તમાનપત્રોનો સિંહફાળો છે એવુ તેઓ જણાવે છે.
તેમની સફળતાનો સાચો શ્રેય તેઓ તેમના માતૃશ્રી ધર્મિષ્ઠાબેન રાઠોડ તથા તેમના પતિ સન્નીભાઈ માવદીયા તથા સમગ્ર પરિવારને આપે છે.આ સાથે તેમના તમામ ગુરુજનો જેમણે તેમને જ્ઞાન આપ્યુ છે તેમનો આભાર વ્યક્ત કરે છે.
‘સાહસ વિના સિદ્ધિ નથી’ અને ‘સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય’ એ ઉક્તિ મુજબ ‘કાળા માથાનો માનવી ધારે એ કરે’.દરેક ક્ષેત્રમાં નારીઓએ પોતાનુ કૌશલ્ય દેખાડ્યુ છે.સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી.ગોપીબહેને સમાજ માટે એક ઉદાહરણરૂપ દાખલો બેસાડ્યો છે.લગ્ન થયા બાદ પણ પરિવારના સાથથી સ્ત્રીઓ આગળ આવી શકે છે અને દરેક સ્ત્રીઓએ પોતાના સપના પૂરા આગળ આવવુ જોઈએ એવો હુંકાર એમણે ભર્યો છે.
ઈદમ્ રાષ્ટ્રાય સ્વાહા ,ઈદમ્ રાષ્ટ્રાય ઈદમ્ ન મમ્ તેઓ પોતાની દરેક સિદ્ધિ રાષ્ટ્ર ને સમર્પિત કરવા ઈચ્છે છે.તેઓ IIM માંથી બહાર નીકળ્યા બાદ સમાજ અને રાષ્ટ્ર માટે કંઈક કરવા માંગે છે. પછાત વર્ગના લોકોના ઉત્થાન અર્થે તથા નારીઉત્થાન અંગે તેઓ ભવિષ્યમાં કામ કરવા ઈચ્છે છે એમ તેમણે જણાવ્યુ હતુ.
ગોપીબહેને તેમના લગ્ન સમયે કરિયાવરમાં પુસ્તકોની માંગણી કરતા તેમના માતપિતાએ તેમના વજનની ભારોભાર પુસ્તકો આપી સમાજને નવો રાહ ચિંધ્યો છે.
ગોપીબેન ની પ્રસિદ્ધિ માટે તેમના માતૃશ્રી અને પિતાશ્રી એવા અને જેમને ખુબ લાડ અને પ્રેમ આપી પોતાની દીકરી માની છે એવા જી એક્સ્પ્રેસ ન્યુઝ ચેનલ ના ચેરમેન હેમરાજસિંહ વાળા તેમજ મેનેજીંગ ડાયરેકટર બિનલબા હેમરાજસિંહ વાળા તેમજ નાના ભાઈશ્રી અભયરાજસિંહ હેમરાજસિંહ વાળા તેમજ નાની બેનબાશ્રી આસ્થાબા મહાવીરસિંહ વાળા દ્વારા ખુબ ખુબ લાગણી વ્યક્ત કરી પ્રેમ લાગણી વ્યક્ત કરવામાં આવી છે
ગોપીબહેનની અભૂતપૂર્વ સિદ્ધિ માટે સમગ્ર પરિવાર હર્ષ અને આનંદની લાગણી અનુભવે છે..બસ આ જ રીતે તેઓ પરિવાર અને સમાજનુ નામ રોશન કરે તેવી અંતરની શુભકામનાઓ💐