પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી રવિન્દ્ર પટેલસાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પો.સબ ઇન્સ.શ્રી શ્રી પી.આર.સરવૈયા તથા પેરોલ ફર્લો તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસો ને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.
ભાવનગર એલ.સી.બી.નાં પોલીસ હેડ કોન્સ. ઘનશ્યામભાઇ ગોહિલ તથા સંજયભાઇ ચુડાસમાને સંયુકત રીતે માહિતી મળી આવેલ કે,ભાવનગર, મહુવા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૫૯૩/૨૦૨૧ ઇ.પી.કો.કલમઃ-૪૫૪, ૩૮૦, ૧૧૪ મુજબનાં ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં આરોપી કિરીટ ઉર્ફે ભીમો પ્રવિણભાઇ ધકાણ રહે.યુવરાજ પાર્ક સોસાયટી, ખોડિયારનગર, બાપુનગર,અમદાવાદ મુળ- નવાગામ તા.ગારીયાધાર જી.ભાવનગરવાળો હાલ શ્રી પ્રમુખ સોસાયટી,છાપરા ભાઠા રોડ,અમરોલી, સુરત રહે છે. જે માહિતી આધારે સુરત ખાતે જઇ તપાસ કરતાં નાસતાં-ફરતાં આરોપી કિરીટ ઉર્ફે ભીમો પ્રવિણભાઇ ધકાણ ઉ.વ.૩૫ રહે.યુવરાજ પાર્ક સોસાયટી, ખોડિયાર નગર,બાપુનગર,અમદાવાદ મુળ- નવાગામ તા.ગારીયાધાર જી.ભાવનગરવાળો હાલ-પ્લોટ નં.૩૯, ત્રીજો માળ, નંદલાલભાઇનાં મકાનમાં, શ્રી પ્રમુખ સોસાયટી,છાપરા ભાઠા રોડ,અમરોલી, સુરત વાળો હાજર મળી આવતાં તેને હસ્તગત કરી મહુવા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
પોલીસ ઇન્સ.શ્રી એસ.બી.ભરવાડ,પોલીસ સબ ઇન્સ. શ્રી પી.આર.સરવૈયા,પો.હેડ.કોન્સ. ઘનશ્યામભાઇ ગોહિલ, સાગરભાઇ જોગદીયા, મહેન્દ્દભાઇ ચૌહાણ પો.કોન્સ. સંજયભાઇ ચુડાસમા, હસમુખભાઇ પરમાર,શકિતસિંહ ગોહિલ, ડ્રાયવર પો.કોન્સ. મુકેશભાઇ કંડોલીયા