➡️ ભાવનગર રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ગ્રામ પંચાયતની સામાન્ય ચુંટણીઓને ધ્યાને લઇ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા, પો.સબ.ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને શહેર/ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી દારૂ/જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા સુચનાઓ આપેલ હતી.
➡️ આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફ નાં માણસો એલ.સી.બી. ઓફિસ હાજર હતાં.તે દરમ્યાન હેડ કોન્સ. રાજપાલસિંહ સરવૈયાને બાતમીરાહે હકિકત મળેલ કે, રાહુલ ઉર્ફે ચીની જયેશભાઇ મારૂ રહે. હનુમાનદાદાની દેરી પાસે, વણકર વાસ,ઉત્તર કૃષ્ણનગર, ભાવનગર વાળાએ બહાર થી ભારતીય બનાવટ નો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવી તેનાં રહેણાંક મકાને આવેલ રસોડામાં ચોર ખાનું બનાવી તેમાં રાખી વેચાણ કરે છે. જે હકિકત આધારે બાતમીવાળી જગ્યા એ આવી રેઇડ કરતાં મકાને રાહુલ ઉર્ફે ચીની જયેશભાઇ મારૂ રહે.હનુમાન દાદાની દેરી પાસે, વણકર વાસ,ઉત્તર કૃષ્ણનગર,ભાવનગરવાળા હાજર મળી આવેલ નહિ.આ મકાને આવેલ રસોડામાં વોશ બેસીન નીચે બનાવેલ ખાનામાંથી નીચે મુજબની અલગ- અલગ બ્રાન્ડનો ઇંગ્લીશ દારૂ/ બિયર કુલ રૂ.૨,૬૩,૪૦૦/-નો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.
૧. સીગ્રામ્સ બ્લેન્ડર્સ પ્રાઇડ રેર પ્રિમીયમ
વ્હીસ્કી કાચની કંપની સીલપેક ૭૫૦
ML બોટલ નંગ-૧૨ કિ.રૂ.૩,૬૦૦/-
૨. મેકડોવેલ્સ નં.૧ કલેકશન વ્હીસ્કી
ઓરીજનલ કાચની કંપની સીલપેક
૭૫૦ ML બોટલ નંગ-૩૬ કિ.રૂ.
૧૦,૮૦૦/-
૩. ઓલ્ડ ચીફ ડિલકસ XXX રમ કાચની
કંપની સીલપેક ૭૫૦ ML બોટલ નંગ-
૭૦ કિ.રૂ.૨૧,૦૦૦/-
૪. મેકડોવેલ્સ નં.૧ સુપરીયર વ્હીસ્કી
ઓરીજનલ કાચની કંપની સીલપેક
૧૮૦ ML બોટલ નંગ-૧૯૨૦
કિ.રૂ.૧,૯૨,૦૦૦/-
૫. ટુબોર્ગ પ્રિમીયમ સ્ટ્રોંગ કલાસીક વીથ
સ્કોચ મોલ્ટસ ફોર સ્મુથનેસ કંપની
સીલપેક ૫૦૦ ML બિયર ટીન નંગ-
૩૬૦ કિ.રૂ.૩૬,૦૦૦/-
➡️ આમ, ઉપરોકત રહેણાંક મકાનેથી મળી આવેલ ઇંગ્લીશ દારૂ/બિયરનાં જથ્થા અંગે રાહુલ ઉર્ફે ચીની જયેશભાઇ મારૂ રહે. ભાવનગરવાળા વિરૂધ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એકટ હેઠળની કલમો મુજબ ફરિયાદ દાખલ કરાવવામાં આવેલ છે.
➡️ આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી વી.વી.ઓડેદરા સાહેબ તથા એન.જી.જાડેજાસાહેબની સુચના અને માર્ગદર્શન અનુસાર હેડ કોન્સ. રાજપાલસિંહ સરવૈયા,મહેન્દ્દભાઇ ચૌહાણ, ઘનશ્યામભાઇ ગોહિલ, હિતેશભાઇ મકવાણા, પો.કોન્સ. જયદિપસિંહ જાડેજા તથા જાગૃતિબેન કુંચાલા એ રીતેના સ્ટાફ ના માણસો જોડાયા હતાં.