Breaking NewsCrime

ભાવનગર શહેરમાંથી વણિક જ્ઞાતિનાં સીવીલ એન્જીનીયરનું અપહરણ કરી લુંટ કરનાર ઇસમોને ગણતરીની કલાકોમાં ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા વરતેજ પોલીસ સ્ટેશન ટીમ

ભાવનગર શહેરનાં મેઘાણી સર્કલ વિસ્તારમાં રહેતાં અને સીવીલ એન્જીનીયર  તરીકે કામ કરતાં મીલનભાઇ હસમુખરાય શાહ ગઇ તા.૩૧/૦૫/૨૦૨૨નાં રોજ વરતેજ જી.આઇ.ડી.સી.માં ફાર્માસ્યુટીકલ ફેકટરીનાં બાંધકામની સાઇટ પરથી બપોરનાં બારેક વાગ્યે પોતાની I-10 કાર રજી નં.GJ-11-S-5360 લઇને ફેકટરીથી બહાર નીકળતાં તેઓની કારને સફેદ કલરની ફોર્ડ ફિયાસ્ટા કારવાળાએ આડી નાંખી ત્રણવાર રોકવા પ્રયત્ન કરેલ.આ  મિલનભાઇએ કારમાંથી નીચે ઉતરતાં ફોર્ડ ફિયાસ્ટા કારમાં આગળનાં ભાગે નંબર પ્લેટમાં કાળી પટ્ટી અને કાચમાં બોનેટ ઉપર પોલીસનું બોર્ડ મારેલ કારમાં આવેલ ત્રણ માણસો આશરે ૨૦ થી ૨૨ વર્ષની ઉંમરવાળાઓએ મોઢે માસ્ક પહેરેલ હતાં. તેઓએ મીલનભાઇને લાકડી બતાવી બળજબરીથી ફોર્ડ ફિયાસ્ટા કારમાં બેસાડી પોલીસ સ્ટેશન જઇએ છીએ તેમ કહી અપહરણ કરી કારમાં છરી બતાવી તેનાં મોબાઇલ ફોન તથા કારની ચાવી ઝુંટવી લીધેલ.  મિલનભાઇ અને તેમની પત્નિને મારી નાંખવાની ધમકી આપી રૂ.૪ કરોડની ખંડણી માંગેલ હતી. ત્યાર બાદ મિલનભાઇએ રૂ.૪ કરોડ નહિ હોવાનું કહેતાં રૂ.૧૮ લાખ લેવાનું નક્કી કરેલ.જેથી મિલનભાઇએ તેઓનાં કાકાનાં દિકરા ચિરાગભાઇ શાહને રૂ.૧૮ લાખની વ્યવસ્થા કરી અપહરણકર્તાઓનાં કહેવા પ્રમાણે રાજપરા (ખોડિયાર) જાળીયા ચોકડીએ પહોંચતા કરવાનું કહેલ.ત્યાર બાદ અપહરણકર્તાઓએ મિલનભાઇને કલોલ તથા મહેસાણા આજુ-બાજુ લઇ ગયેલ.ત્યાં કારના ડ્રાઇવર પર કોઇનો ફોન આવતાં ફોનમાં ગુપ્ત રીતે વાત કરી મિલનભાઇ પાસેથી પાકીટમાં રહેલ રોકડ રૂ.૮,૦૦૦/-તથા રેડ મી નોટ નાઇન મોબાઇલ કિ.રૂ.૧૨,૦૦૦/-નો લઇ લીધેલ.તેઓએ કારની ચાવી તથા ખાલી પાકીટ પરત આપી અહિથી જતા રહો અને આ બનાવ અંગે પોલીસ ફરીયાદ કરશો તો તમારૂ ખુન કરી નાખશુ તેમ ધમકી આપી ત્રણેય માણસો કાર લઇને જતા રહેલ. જે બનાવ અંગે ઘરના સભ્યો તથા સગાં-સંબંધીઓ, મિત્રો તથા સમાજના આગેવાનોને વાત કરી વરતેજ પોલીસ સ્ટેશન ખાતે અપહરણ તથા લુંટ વિગેરે કલમો હેઠળ ફરિયાદ દાખલ કરાવેલ. આ ગુન્હાની તપાસ એમ.એસ.જાડેજા પો.સબ ઇન્સ.,વરતેજ પો.સ્ટે., ભાવનગરનાંઓએ સંભાળી લીધેલ.
આ ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલસાહેબ તથા સફિન હસનસાહેબ એ.એસ.પી.,ભાવનગર નાંઓએ આ વણશોધાયેલ અપહરણ-લુંટનો ગુન્હો શોધી કાઢવા માટે એસ.બી.ભરવાડ પોલીસ ઇન્સ.,લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર તથા સ્ટાફને સુચના કરેલ.

આ ગુન્હો દાખલ થતાંની સાથે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા વરતેજ પોલીસ સ્ટેશનનાં અધિકારી/ કર્મચારીઓએ ટેકનીકલ સેલ તથા હ્યુમન સોર્સથી અપહરણકર્તાઓ તથા કાર વિશે માહિતી એકઠી કરી આ ગુન્હામાં સંડોવાયેલ નીચે મુજબનાં માણસોને આજરોજ નારી ચોકડીથી સીદસર તરફ જતાં રોડ ઉપરથી ગણતરીની કલાકોમાં ઝડપી પાડેલ.તેઓ પાસેથી ગુન્હામાં ઉપયોગમાં લીધેલ ફોર્ડ ફિયાસ્ટા કાર રજી.નંબર-GJ-01-KQ 3121, છરી, લુંટ કરેલ રૂ.૮,૦૦૦/- કબ્જે કરી તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. ભાવનગર, વરતેજ પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૬૭૨૨૦૩૯૧/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૧૨૦ બી,૧૭૦, ૩૪૨,૩૬૪ (ક),૩૯૪,૫૦૪,૫૦૬(૨) તથા જી.પી.એકટ કલમઃ-૧૩૫ મુજબનો ગુન્હો શોધી કાઢવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓઃ-

1. દ્રિપાલ રમેશભાઇ સોલંકી ઉ.વ.૨૪
2. મીતુલ ઉર્ફે કલી રમેશભાઇ રાઠોડ ઉ.વ.૨૫
3. નિકુંજ ઉર્ફે ટીણો પ્રવિણભાઇ રાઠોડ ઉ.વ.૨૩ રહે.ત્રણેય પેટ્રોલ પંપ પાછળ,વણકરવાસ,વરતેજ તા.જી.ભાવનગર
4. પિયુશ વિઠ્ઠલભાઇ મકવાણા ઉ.વ.૨૬ રહે.ગુંદાળા તા.શિહોર જી.ભાવનગર

ગુન્હો કરવાનો હેતુઃ-
આ આરોપીઓ પૈકી દ્રિપાલ સોલંકી ઉપર લેણું થઇ ગયેલ હોય તેમજ અન્ય આરોપીઓ પણ આર્થિક સંકડામણ ભોગવતાં હોવાથી મીતુલ ઉર્ફે કલી ફરિયાદી મીલનભાઇ શાહની વરતેજ જી.આઇ.ડી.સી.માં ચાલતી સાઇટ ઉપર કામ કરતો હોય.જે ફરિયાદીથી વાકેફ હોવાથી તેણે અન્ય આરોપીઓને મીલનભાઇ શાહને ટારગેટ બનાવવાથી રૂપિયા સહેલાઇથી મળી જશે તેમ વાત કરી ગુન્હાહિત કાવતરૂ રચી ગુન્હો કર્યા બાબત

કામગીરી કરનાર પોલીસ ટીમઃ-
પોલીસ ઇન્સ.શ્રી એસ.બી.ભરવાડ,પોલીસ સબ ઇન્સ. શ્રી પી.આર.સરવૈયા, એમ.એસ.જાડેજા પો.સબ ઇન્સ.,વરતેજ પો.સ્ટે., એલ.સી.બી. સ્ટાફનાં અરવિંદભાઇ બારૈયા, સંજયભાઇ ચુડાસમા,હરેશભાઇ ઉલ્વા, બીજલભાઇ કરમટીયા, હરીચંદ્દસિંહ ગોહિલ તથા વરતેજ પોલીસ સ્ટેશન સ્ટાફનાં નિલેશભાઇ વંકાણી, પ્રદિપસિંહ ગોહિલ, દિલીપસિંહ ગોહિલ

રિપોટ બાય અલ્પેશ ડાભી બ્યુરો ચીફ ભાવનગર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વર્લ્ડ હેરીટેજ વીક – ૨૦૨૪ કચ્છ નહિ દેખા,તો કુછ નહિ દેખા; કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ – ધોળાવીરા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં તા. ૧૯…

ઓનલાઇન વોટ્સએપ હેક કરી લોકો સાથે છેપરપીંડી કરતી ગેંગના સભ્યને પકડી પાડતી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: શાળા અને કોલેજની યુવતીઓને ટાર્ગેટ કરીને ઓનલાઇન વોટ્સએપ…

ગુજરાત મીડિયા ક્લબ આયોજિત ‘ભારતકૂલ’ કાર્યક્રમનો અમદાવાદમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી…

1 of 372

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *