દેશના જાણિતા અખબાર ગ્રુપ ભાસ્કર ગ્રુપની ઓફિસ પર આવકવેરા વિભાગે મોટી તવાઇ બોલાવી છે. આવકવેરાના અધિકારીઓએ અમદાવાદ શહેરની જયપુર શહેરની, નોઈડા શહેરની ઓફિસ અને ભોપાલ સહિતની ઓફિસો પર આઇટી વિભાગે તવાઇ બોલાવી છે.
સૂત્રો દ્વારા જાણવામાં આવી રહ્યું છે કે આ આવકવેરા વિભાગનો મોટો દરોડો છે. ભાસ્કર કચેરીમાં હાજર તમામ કર્મચારીઓના ફોન જપ્ત કરવામાં આવ્યા છે. ઈડી, આવકવેરા વિભાગની સાથે સ્થાનિક પોલીસનો પણ સપોર્ટ છે. દિલ્હી અને મુંબઈની ટીમ દ્વારા સમગ્ર સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
આ દરોડામાં 100 થી વધુ અધિકારીઓ સામેલ છે. દરોડા દરમિયાન મહત્વપૂર્ણ દસ્તાવેજો મળી આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. શા કારણોસર એકાએક દરોડા પાડવામાં આવ્યા છે? આટલા મોટા ગ્રુપ પર એકસાથે આઇટી વિભાગના દરોડા કેમ? એ એક મોટો પ્રશ્ન અખબારી આલમમાં ચર્ચાનો વિષય બન્યો છે.