રાજસ્થાનના ડુંગરપુરના માલામાથા ગામના દંપતીની બાઈકને શામળાજી નજીક એક કાર ચાલકે અડફેટે લેતા પતિ-પત્ની રોડ પર પટકાતા પતિને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા પત્ની લોહીલુહાણ પતિની મદદ માટે ઘટનાસ્થળે એકઠા થયેલા લોકો અને વાહનચાલકો પાસે મદદ માટે કાકલુદી કરતી રહી પરંતુ લોકો મદદ કરવાના બદલે મોબાઇલમાં ફોટા અને વિડીયો ઉતારવામાં મશગુલ બનતા જાણે માનવતા મરી પરવારી હોય તેવી સ્થિતીનું નિર્માણ થયું હતું આખરે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો બાઈક ચાલક પતીની આંખો સામે દમ તોડી દેતા પત્ની બેબાકળી બની હતી પત્નીના આક્રંદથી વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી પોલીસે અકસ્માતની જાણ થતા કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
પ્રાપ્ત માહીતી અનુસાર ડુંગરપુર જીલ્લાના માલામાથા ગામના અશોકભાઈ ભગોરા બાઈક પર તેમની પત્ની સાથે શામળાજી કામકાજ અર્થે આવ્યા બાદ પરત ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે શામળાજી નજીક કારે ટક્કર મારતા રાજસ્થાની દંપતી ધડાકાભેર રોડ પર પટકાતા અશોકભાઈના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા પત્નીએ મદદ માટે અકસ્માતના સ્થળે દોડી આવેલા લોકો અને રોડ પરથી પસાર થતા વાહનચાલકો પાસે મદદ માંગતા લોકો મદદ કરવાના બદલે અકસ્માત સ્થળના વિડીયો અને ફોટો પાડવામાં વ્યસ્ત બનતા મહિલા તેના પતિને સારવાર માટે કરી રહેલી કાકલૂદી પણ બહેરા કાને સંભળાઈ પરત ફરી રહી હતી ગંભીર ઈજાગ્રસ્ત પતિને મદદ કરવા આખરે કોઈ વ્યક્તીએ ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સને ફોન કરતા ૧૦૮ તાબડતોડ પહોંચી ઈજાગ્રસ્ત અશોક ભગોરાને શામળાજી દવાખાને ખસેડતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા મહિલા અને અકસ્માતની ઘટનાની જાણ થતા પહોંચેલા પરિવારજનોએ આક્રંદ કરી મુકતા કરૂણ દ્રશ્યો સર્જાયા હતા
INBOX :- સ્માર્ટ ફોન અને સોશ્યલ મીડિયામાં સૌથી અગ્રેસર રહેવાની લાહ્યમાં લોકો મદદ કરવાનું છોડી ફોટા અને વિડીયો લેવા પડાપડી
સોશ્યલ મીડિયામાં સૌથી પહેલા અકસ્માત હોય કે અન્ય ઘટના લોકો સ્માર્ટ ફોનમાં કેદ કરી પોસ્ટ કરવા માટે હરખપદુડા બનતા હોય છે ત્યારે અનેક કિસ્સાઓમાં લોકો ફોટા અને વિડીયો પાડવામાં મસ્ત બનતા ઈજાગ્રસ્ત વ્યક્તીને સમયસર સારવાર ન મળતા અનેક લોકોએ જીવ ગુમાવ્યા હોવાની ઘટનાઓ પણ બહાર આવી છે જાણે સોશ્યલ મીડિયામાં અગ્રેસર રહેવાની માનસિકતામાં અનેક વાર લોકોએ માનવતા નેવે મૂકી હોવાના કિસ્સા બની રહ્યા છે શામળાજી નજીક સર્જાયેલ અકસ્માતમાં લોકો મોબાઈલમાં ફોટા કે વિડીયો ઉતારવાના બદલે સમયસર ગંભીર ઈજાગ્રસ્ત યુવકને સારવાર મળી હોત તો કદાચ આજે દંપતી નંદવાતું બચી ગયો હોત તેવો લોકોએ આક્રોશ ઠાલવ્યો હતો