અરવલ્લી
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના તખતપુર ગામના પિસ્તાલીસ હેક્ટર ગૌચરની જમીનમાં રમેશભાઈ મગનભાઈ પટેલ નામના ઈસમે બિનઅધિકૃત પણે ગૌચરપેકીની કેટલીક જમીનમાં રહેણાકનુ મકાન શેડ આને ઘાસચારો નાખવાનો શેડ બનાવી સરકારી જમીનમાં દબાણ કર્યું છે તેમજ ગૌચરની ઉપરની સાઈડમાં તળાવ આવેલું છે અને આ તળાવ ઓવરફલો થાય તો વધારાનું પાણી ગામમાં ના ઘૂસી જાય અને નુકશાન ન થાય તે માટે તળાવથી પાણીના નિકાલ માટે વરસો જૂનો કોચ હતો તેનો પણ નાશ કરી દેવામાં આવ્યો છે.જેના કારણે ચોમાસા દરમિયાન ગ્રામજનો ને ભારૂ હાલાકી પડી રહી છે અને જો આ કોય ચાલુ ના કરવામાં આવે તો આ વખતે ચોમાસામાં તળાવ ઓવરફલો થશે તો ગામને ભારે નુકશાની નો ભય સતાવી રહ્યો છે પશુઓ માટે આ ગૌચરજ માં ત્ર આધાર અને પશુઓના સંખ્યાબળ પ્રમાણે પૂરતું છે ત્યારે લોકોએ અંગત સ્વાર્થ ખાતર દબાણો કરી દેતા ભવિષ્યમાં ગૌચર માત્ર નામ પૂરતૂ જ રહે તો નવાઈ નહીં હોય.આ સંદર્ભે ગ્રામજનો પૈકી કેટલાક લોકોએ ગૌચર બચાવવા અને દબાણો દૂર કરી દેવા કોચ ની પરિસ્થિતિ અગાઉની જેમજ ચાલુ કરી દેવાની માંગણી સાથે નો એક પત્ર રાજ્ય ના મુખ્યમંત્રી તથા જિલ્લા કલેકટર શ્રી જિલ્લા અધિકારી શ્રી અરવલ્લી ને મોકલી આપ્યો છે અને ચોમાસા પહેલા દબાણ દૂર કરી ચોમાસામાં પાણી નો નિકાલ નું કામ કરી આપવા વિનંતી કરી છે..