કપિલ પટેલ દ્વારા અરવલ્લી
મોડાસામાં આવેલ કેદાર નાથ સોસાયટીમાં રહેતા નટવરભાઈ પટેલના પુત્ર ઘનશ્યામભાઈની પત્ની દર્શનિકાબેને સાસરિયા સામે દહેજની માગણીને લઈ શારીરિક, માનસિક ત્રાસ આપતા હોવાની મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદને લઈ મહિલાના સાસુએ પણ ગીતાબેન નટવરભાઈ પટેલે પુત્રવધૂ દર્શનિકાબેન પટેલના વિરુધ્ધ કાયદાકીય રીતે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.જેમાં ફરિયાદમાં ફરિયાદી ગીતાબેન પટેલના જણાવ્યા મુજબ પોતાના નાના પુત્ર ઘનશ્યામભાઈ સાથે ડુગરવાડાના નવનીત ભાઈ શામળભાઇ પટેલની દીકરી દર્શનીકાબેન સાથે આશરે પંદર વર્ષ પહેલાં સામાજિક રીતરિવાજ સાથે લગ્ન કર્યા હતા. ઘનશ્યામભાઈને સંતાનમાં ૧ છોકરો ક્રિશ છે. ઘનશ્યામભાઈ ની માતા અને દર્શનીકાબેનની સાસુ ગીતાબેન પટેલના પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર દર્શનીકાબેન સ્વભાવે ઝઘડાખોર તથા કંકાશવાળી અને કારણ વગર ઝઘડો તકરાર કરી બિભત્સ વર્તન કરતી હોવાના કારણે અગાઉ પણ છૂટાછેડા લીધેલા હતા અને તે વખતે સમાધાન પેટે ત્રણ લાખ રૂપિયા ચેક દ્વારા અને ૩૦,૦૦૦ રૂપિયા રોકડા આપ્યા હતા તેમ છતાં પણ દીકરાના પૌત્ર ક્રિશના ભવિષ્યને ધ્યાનમાં રાખીને ફરીથી ઘનશ્યામભાઈ અને દર્શનીકાબેન લગ્નગ્રંથિથી જોડાયા હતા વધુમાં જણાવ્યું હતું કે તારીખ ૦૪/૦૧/૨૦૨૨ ના રોજ સવારના સમયે દર્શનીકાબેનને બાળક ક્રિશને ટ્યુશન મુકવાના બહાને મોડી રાત્રે ઘરે આવતી હોવાથી ઠપકો આપતો તેમજ ઘરકામ કરતી ન હોય તેથી અમોએ દર્શનીકાબેનને કહેવા જતા એકદમ ઉશ્કેરાઇ જઇ મા બેન સામે ગાળો બોલી સાસુ ગીતાબેનને જમીન પણ નીચે પાડી દઈ હાથના કાંડા પર બચકુ ભરી ગડદાપાટુનો માર મારતા ગીતાબેને બૂમાબૂમ કરતા ઘરની બાજુમાં રહેતા જતીનભાઇ પટેલ આવી જતા બચાવ્યા હતા અને દર્શનીકાબેન જતાં જતાં સાસુ ગીતાબેનને જાનથી મારી નાખવાની ધમકી આપતા ઘરેથી જતા રહ્યા હતા અને ગીતાબેન ને હાથના કાંડા પર લોહી નીકળતું હોવાથી મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર કરાવી હતી તેવી ગીતાબેન પટેલે વહુ દર્શનીકાબેન વિરુદ્ધ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.