મૃતક ના દાખલા વગર વારસાઈ હક્ક માં નામો દાખલ થઈ ગયા ની ચર્ચાઓ
અરવલ્લી
મોડાસા મ ગુલામહુસેન ભાઈ કાંકરોલીયા જીવતા હોવા છતાં તેમને મરેલા બતાવી ખોટું પેઢીનામું બનાવી ને વારસાઈ કરવી લેતા ના આક્ષેપો થી હડકંપ મચ્યો સદર બાબતે અરવલ્લી જિલ્લા કલેકટર ને રજુઆત કરી હતી એટલુંજ નહિ આ લોકો ને મરેલા બતાવી વારસાઈ માં નામો ચડાવી દઈ ને અન્ય જગ્યાએ ખેડૂતો ના નામે જમીનો મેળવી ને ખેડૂતો બની ગયા ના આક્ષેપો થઈ રહ્યા આ તમામ રજૂઆતો જિલ્લા કલેકટર ને થતા જમીન વેચાણ ની તમામ નોંધો રિવાઇજ કરી સુઓમોટો દાખલ કરવા ની પ્રક્રિયા હાથ ધરી તારીખ 1/4/2021 ના રોજ અરજદાર ગુલામહુસેન ગુફરભાઈ કાંકરોલીયા રહેવાસી મોડાસા આશિયાના સોસાયટી(2) ગુલામનબી અબ્દુલભાઇ પહોંચીયા તારીખ 3/4/2021 ની અરજી (3) સીરાજભાઈ દહુદભાઈ શેખ તારીખ 3/4/2021 મોજે સરૂરપુર તાલુકો મોડાસા ની વારસાઈ નોંધ 393 તારીખ 20/5/2000 અને મોજે બોરડી તાલુકો મોડાસા ની વેચાણ નોંધ1163 તારીખ 20/9/2005 મોજે મોડાસા તાલુકો મોડાસા ની વેચાણ નોંધ 19197 તારીખ 20/9/2005 અને મોજે મોડાસા ની વેચાણ નોંધ20120 તારીખ 4/7/2009
અરજદાર ગુલામહુસેન ગુફરભાઈ કાંકરોલીયા ની રજુઆત અન્નવે સરૂરપુર તાલુકો મોડાસા સર્વે નંબર 8નવીન સર્વે નંબર 116 તેઓ પોતે હયાત હોવા છતાં મરણ બતાવી 9 લોકો એ વારસાઈ નોંધ 393 તારીખ 20/5/2020 ના રોજ હક્કપત્રક માં દાખલ થયા છે ગુલામહુસેન ભાઈ હાલ માં હયાત હોવા છતાં મરણ નો દાખલો રજૂ કર્યા વગર જ નવ વ્યક્તિઓ વારસાઈ હક્ક માં દાખલ થઈ ગયા હતા પટેલ ઇકબાલ હુસેન ગુલાબનબી- પટેલ ઉસ્માનગની ગુલાબનબી- પટેલ અબ્દુલકરીમ ગુલાબનબી-પટેલ મહંમદહનીફ ગુલાબનબી- પટેલ અબ્દુલરહીમ ગુલાબનબી- પટેલ જુબેદાબેન ગુલાબનબી-પટેલ ફાતમાબેનગુલાબનબી -પટેલ રૂકસાણાબેન ગુલાબનબી જેઓ પ્રાથમિક દષ્ટિ એ ખોટી રીતે વારસાઈ માં દાખલ થયા નો કેસ અરવલ્લી જિલ્લા કલેકટર ને રજૂઆતો થતા સુઓમોટો દાખલ કરવા ની તજવીજ હાથ ધરવામાં આવી રહ્યું આ કૌભાંડ માં કેટલાય કર્મચારીઓ અને અધિકારીઓ ની સામેલગિરી તે અંગે પણ તપાસવામાં આવે અને ન્યાયી તપાસ થાય તો આવા ભળતા નામે ખોટા દસ્તાવેજ બનાવનારા ઓની પોલ બહાર આવી શકે તેમ સ્પષ્ટ જણાઈ આવે છે અરવલ્લી જિલ્લા બહુમાળી બિલ્ડીંગ માં દલાલો અને એજન્ટો ના રાફડો ફાટ્યો કેટલાય અધિકારીઓ નો ભોગ લેવાય તો નવાઈ પણ નહી હોય પણ હાલ જીવતા ને મરેલા બતાવી ખોટી વારસાઈ કરવી ને ખેડૂતો બની ગયેલા ની ઉચ્ચસ્તરીય તપાસ કરવા તેવી માંગ ઉભી થઇ છે અને આ ચકચારી કેસ અરવલ્લી જિલ્લા કલેકટર કચેરીમાં 17 ઓગસ્ટ ના દિવસે સુનાવણી થવાની હોવાથી સમગ્ર કેસ રફેદફે કરવા ના ધમપછાડા કરી નાણાં ની રેલમછેલ કરી રહ્યા હોવાનું ચર્ચાઓ ચાલી રહી છે