અમદાવાદ: આમ તો આ દિવસે દર વર્ષે આપણે ડૉક્ટર્સ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતા હોઈએ છે, પણ આ વખતે વિશેષ આભાર એટલા માટે પણ માનવો જોઈએ, કારણ કે, કોરોનાની સ્થિતિમાં તેમણે કરેલી કામગીરી વંદનીય છે.
યુવા સેના અમદાવાદ શહેર દ્વારા રાષ્ટ્રીય ડોક્ટર દિવસ નિમિત્તે કોરોનાની મહામારી માં દરેક ડોક્ટરોએ ખૂબ જ સેવાકીય કામગીરી કરી તે બદલ સોલા સિવિલ ખાતે દરેક ડોક્ટર્સને ગુલાબ નું ફૂલ આપી સન્માન કરવામાં આવ્યું.
ડૉક્ટરોએ પોતાનાં પ્રાણની પરવા કર્યાં વગર લોકોની સારવાર-સેવા કરી, અગવડો વેઠી ને પણ આઠને બદલે સોળ-સોળ કલાક ડ્યૂટી કરી છે.
40-45 ડીગ્રી તાપમાનમાં PPE કિટ પહેરી ને ફરજ બજાવવાનું કામ સરળ નથી, ડૉક્ટર્સનો સાથ-સહકાર, સથવારો ન હોત તો આજે ગુજરાત મુશ્કેલીમાં હોત. કોરોનામાં પોતાનો જીવ જોખમમાં મૂકી ને પણ ફરજ નહિ ચૂકેલા ગુજરાતનાં અને જગતનાં તમામ તબીબોને અમે વંદન કરીએ છીએ.”
સોલા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટરશ્રી પિનાબેન સોની , આર.એમ.ઓ ડોક્ટરશ્રી પ્રદીપ પટેલ, સોલા સીવીલ મેડિકલ કોલેજના ડીન ડોક્ટરશ્રી નીતિનભાઈ વોરા સાહેબ અને જુદા જુદા ડિપાર્ટમેન્ટના એચ.ઓ.ડી ની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમમાં કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં યુવા સેના ગુજરાત પ્રદેશ માંથી રવિશ રામચંદાની, યુવા સેના અમદાવાદ જિલ્લા માંથી આશકાબેન પટેલ, અમીબેન બિહોલા, મનોજભાઈ પટેલ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.