રાજકોટ: રાજકોટ આરોગ્ય વિભાગ ની મોટી કાર્યવાહી. દુધના માવાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા માવાની ચકાસણી શરૂ કરવામાં આવી છે.
પોરબંદર તરફથી માવાનો જથ્થો આવતો હતો અને આર એમ સી આરોગ્ય વિભાગ દ્વારા ગાડી રોકી પકડવામાં આવ્યો હતો. માવો ડુપ્લીકેટ છે કે તેને લઈને નગરપાલિકાના અધિકારીઓ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા છે.
અંદાજીત 120 કિલો માવાનો જથ્થો મળી આવ્યો હતો. માવાની સાથે શંકાસ્પદ થાબળીનો જથ્થો પણ મળી આવ્યો છે. માણાવદર કુતિયાણા તરફથી માવાનો જથ્થો મળી આવ્યો..મરમથ ગામના હિરેનભાઈ મોઢા ના માવોનો જથ્થો..
આરોગ્ય અધિકારીઓએ જોતા જ કહ્યું માવા અને થાબળીમાં વેજીટેબલ ફેટ છે.. આ માવો રાજકોટ અને આજુબાજુના શહેરોમાં મોકલતા હતા…..