પુણ્યતિથિ નિમિતે ૧ થી ૧૮ વોર્ડ માં માસ્ક વિતરણ કરવામાં આવ્યું અને સદભાવના વૃદ્ધાશ્રમમાં વૃદ્ધ વ્યક્તિઓને ભોજન કરાવવામાં આવ્યું.
આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા અને ટેકનોલોજી યુગના પ્રણેતા અને યુવાઓ ને ૧૮ વર્ષે મતાધિકાર અપાવનાર ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીની પ્રતિમાને રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ કરવામાં આવી.
=============================================================
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ તા.૨૧/૦૫/૨૦૨૧ના રોજ ભારત દેશના પૂર્વ વડાપ્રધાન આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા અને ટેકનોલોજી યુગ અને દૂર સંચાર યુગના પ્રણેતા તેમજ યુવાઓને ૧૮ વર્ષે મતદાન કરવાના અધિકાર આપનાર ભારતરત્ન અને મહામાનવ યુવા ભારતના શિલ્પી એવા ભારત દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીજીની આજરોજ ૩૦મી પુણ્યતિથિ નિમિતે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રધ્દ્ધાસુમન રુપે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેલ તેમજ સેવાદળ દ્વારા સૂતરની આટી પહેરાવી શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.
સમગ્ર રાષ્ટ્રમાં સદભાવનાની તીવ્ર જરૂરિયાત અનુભવાઈ રહી છે ત્યારે આજના સદભાવના દિવસે કોંગ્રેસ પરિવાર દ્વારા આ મહામારીમાં કોવિડ યોધ્ધા બની તન-મન-ધનથી તમામ નાગરિકો ને નીરોગી તથા સ્વસ્થ રહેવા માટે સહાય કરવાના અનેક આયોજનો ચાલતા રહ્યા છે જેમાં ભોજન,દવા તથા તબીબી માર્ગદર્શન નો સમાવેશ થાય છે વિશેષમાં હાલની વિસંગ પરિસ્થિતિમાં મહામારી ઉપરાંત તાજેતરમાં પસાર થયેલા વાવાજોડા ના અસરગ્રસતોને પણ શક્ય તે તમામ સહાય પૂરી પાડવા પ્રયાસ કરેલો હતો.
આજના સદભાવના દિવસે પુષ્પાંજલિ કરવામાં આવ્યું અંને ૧ થી ૧૮ વોર્ડ માં માસ્ક વિતરણ તેમજ સદભાવના વૃદ્ધાશ્રમમાં વૃદ્ધ વ્યક્તિઓને ભોજન કરાવવામાં આવ્યું. આ તકે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઇ ત્રિવેદી, પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, ડૉ. હેમાંગભાઈ વસાવડા, જસવંતસિંહ ભટ્ટી, રણજીતભાઈ મુંધવા, રવિભાઈ ડાંગર, ભાવેશભાઈ પટેલ, અમિતભાઈ વ્યાસ અને રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલય મંત્રી ગોપાલ મોરવાડિયા ઉપસ્થિત રહ્યા હતા તેવું કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટની અખબારી યાદી જણાવે છે.