અરવલ્લી
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કનાડુ ખાતે મહિલા મોરચા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજયકક્ષાના મંત્રીશ્રી રમણલાલ પાટકરે વૃક્ષના માનવ સાથેના સંબંધોનું મહત્વ સમજાવી સૌને પોતાના ઘરની આસપાસ ખુલ્લી જગ્યામાં મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરવા અનુરોધ કર્યો હતો.
આ અવસરે મંત્રીશ્રીએ
કાર્યક્રમનો ઉદેશ સમજાવતા જણાવ્યું હતું કે, આપણાંજીવન અને ધર્મ સાથે મોટો નાતો છે. રામાયણમાં સીતા હરણ વખતે સમડીએ સીતાની રક્ષા માટે પોતાનું જીવન ન્યોછાવર કર્યું હતું, ત્યાં સમડીનું ઝાડ ઊગ્યું હતું, જે આજે આપણા દરેક ધાર્મિક પ્રસંગોમાં ઉપયોગમાં લેવાય છે.
વૃક્ષમાં જીવ અને લાજ પણ છે, છોડમાં રણછોડ છે, જે ધ્યાને રાખી વૃક્ષોનું રક્ષણ કરવા જણાવ્યું હતું. જન્મથી લઈ મૃત્યુ સુધી દરેક પ્રસંગોમાં વૃક્ષની જરૂર પડે છે. વૃક્ષો વરસાદ લાવે છે, જમીનનું ધોવાણ અટકાવે છે. સમતોલ વાતાવરણ માટે ૩૩ ટકા વન વિસ્તાર છે, જેની સામે વન વિભાગ અને ખાનગી જમીન મળી ૨૨ ટકા વન વિસ્તાર છે, જેથી બાકી રહેતા વન વિસ્તારની પૂર્તિ કરવા માટે વૃક્ષો વાવી તેનું જતન કરવા જણાવ્યું હતું. ફણસાના હર્ષદભાઈ અને અલકાબેને કોરોના મહામારીમાં પડેલી ઓક્સિજનની મુશ્કેલીને ધ્યાને લઇ તેમની ૨૨ એકર પૈકી આશરે ૩ એકર જમીન વૃક્ષારોપણ માટે અનામત રાખી છે, અને તેમાં તબક્કાવાર મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરશે, જે ખરેખર અભિનંદનીય છે. કોરોના સામે રક્ષણ મેળવવા પાત્રતા ધરાવતા દરેક વ્યક્તિઓને રસીકરણ કરાવી લેવા જણાવ્યું હતું. સરકાર દ્વારા અમલી વિવિધ યોજનાઓની જાણકારી આપતાં મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૪૩૭ આવાસના નિર્માણ માટે સહાય આપવામાં આવનાર છે. નલ સે જલ યોજના હેઠળ ઘર સુધી નળથી પાણી મળે તે પ્રકારની વ્યવસ્થા સરકાર કરી રહી છે.
આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન શાહ પર્યાવરણની જાળવણી માટે જરૂરી માર્ગદર્શન આપી વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવા જણાવ્યું હતું.
વલસાડ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ મુકેશભાઈ પટેલે મહિલા મોરચાની સેવાકીય કામગીરીને બિરદાવી હતી અને આવનારા ભવિષ્યમાં સારા વાતાવરણ માટે બહોળી સંખ્યામાં વૃક્ષો વાવવાનો સંકલ્પ કરવા જણાવ્યું હતુ.
મહિલા મોરચાના કોષધ્યક્ષએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા.
આ અવસરે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ અધ્યક્ષ મુકેશભાઈ પટેલ, જિલ્લા અને તાલુકા પંચાયત સભ્યો , ભાજપજિલ્લા મહિલા મોરચા મહામંત્રી ગીતા બેન પટેલ , ભાજપ જિલ્લા મંત્રી વર્ષા બેન રાવલ ,ઉમરગામ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ દિલીપભાઈ ભંડારી, મહામંત્રી પ્રકાશભાઈ પટેલ , ભાજપ અગ્રણી મહેશ ભાઈ ભટ્ટ , ભાજપ એન. એ. મહિલા મોરચા મહામંત્રી જલ્પા બેન ખત્રી મહિલા મોરચા પ્રમુખ શોભનાબેન, ભાજપ અગ્રણીઓ રામદાસભાઈ વરઠા , સહિત ખૂબ મોટી સંખ્યા માં મહિલા મોરચાના સભ્યો , આજુબાજુના ગામના સરપંચો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.