💫 ભાવનગર રેન્જ,ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા,પો.સબ.ઇન્સ. શ્રી પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફ નાં માણસોને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી જળવાય રહે તે માટે શહેર/ ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી દારૂ/જુગારને લગતી પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સુચનાઓ આપેલ હતી.
💫 આજરોજ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફ નાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન દિપક ચોક, આડોડિયાવાસ રોડ ઉપર આવતાં *હેડ કોન્સ. વનરાજભાઇ ખુમાણને બાતમીરાહે હકિકત મળેલ કે,કૃણાલભાઇ નટવરભાઇ રાઠોડ રહે.આડોડીયાવાસ,ભાવનગરવાળો ગુલાબી કલરનો શર્ટ અને રાખોડીયા રંગનો ચડ્ડો પહેરી તિલકનગર પમ્પીંગ સ્ટેશન,બાલા હનુમાનજી મંદિર પાસે, જાહેરમાં વરલી-મટકાના આંકડા લખી-લખાવી પૈસાની લેતી-દેતી કરી હાર-જીતનો જુગાર રમી રમાડે છે.*જે હકિકત વાળી જગ્યાએ આવી રેઇડ કરતાં કૃણાલ નટવરભાઇ રાઠોડ ઉ.વ.૩૮ રહે.મહાવિર નગર, મેલડી માતાના મંદિર પાસે, આડોડીયાવાસ,ભાવનગરવાળો વરલી મટકાનાં જુગાર રમવાનાં આંકડા લખેલ ચીઠ્ઠીઓ નંગ-૦૬ કિ.રૂ.૦૦/-,બોલપેન-૦૧ કિ.રૂ.૦૦/-,રોકડ રૂ.૨૦,૪૨૦/- મળી કુલ રૂ.૨૦,૪૨૦/-નાં મુદ્દામાલ સાથે હાજર મળી આવેલ.
💫 આ ઇસમ વિરૂધ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
💫 આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇ.ચા.પોલીસ ઇન્સ. શ્રી એન.જી. જાડેજા સાહેબની સુચના અને માર્ગદર્શન અનુસાર પો.હેડકોન્સ.વનરાજભાઇ ખુમાણ, જયરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. જયદિપસિંહ જાડેજા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.