અમદાવાદ: ૧૭ મી લોકસભાના પેનલ સ્પીકર અને અમદાવાદ પશ્ચિમ લોકસભા સાંસદ શ્રી ડો. કિરીટભાઇ સોલંકીએ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે આજે દાણીલીમડા અને વાસણા વિસ્તારમાં જઈને વૃક્ષારોપણ કર્યુ.
દાણીલીમડા ગામ ખાતે આવેલ અર્બન હેલ્થ સેન્ટર અને વાસણા ખાતે આવેલ શહિદ વન ખાતે ઉપસ્થિત રહીને વૃક્ષારોપણ કરતાં તેમણે જણાવ્યુ કે માનવી મૂળભૂત રીતે પર્યાવરણ સાથે જોડાયેલો છે. આપણું શરીર પાંચ તત્વોનું બનેલું છે. જેમ માનવ જીવન માટે હવા, પાણી અને અન્ય તત્વોની ખાસ આવશ્યકતા જરૂરે છે તેમ પૃથ્વીને માટે વૃક્ષો તેનો શ્વાસ છે. તેથી વધુને વધુ વૃક્ષોનું વાવેતર થાય તો સમગ્ર વિશ્વ હરિયાળુ અને લીલુછમ બની રહેશે.
આ પ્રસંગે એલિસબ્રીજના ધારાસભ્યશ્રી રાકેશભાઇ શાહ, મ્યુનિ કાઉન્સિલરશ્રીઓ, દાણીલીમડા વોર્ડના પ્રમુખ શ્રી રમેશભાઈ જાદવ, મહામંત્રી શ્રી વિનોદચંદ્ર કે.પરમાર, મહામંત્રી શ્રી પ્રવિણભાઇ મારૂ, મહિલા પ્રમુખ શ્રીમતી ડિમ્પલ પ્રિયદર્શી, બહેરામપુરા પૂર્વ વોર્ડ પ્રમુખ શ્રી જયેશ પટેલ, વોર્ડ હોદ્દેદારશ્રીઓ ભાવેશ કાપડીયા, શૈલેષ મકવાણા, જયમલ પરમાર, વિશાલ સાધુ, બલરાજ ગોહેલ, હર્ષદ વાઘેલા, લાલા રબારી, રાકેશ પરમાર, રમેશભાઈ સોલંકી તથા મોટી સંખ્યામાં નાગરિકોશ્રી , કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા