લોધિકા તાલુકાના સૌથી ઓછી વસ્તી ધરાવતા બાલસર ગામમાં ૩૦૦ થી વધુ બોટલ રક્તદાન કરી સમાજનું એક પ્રેરણાદાયી કાર્યે કરવામાં આવ્યું હતું
લોધીકા તાલુકાના બાલસર ગામે કરશનભાઈ લોખીલ નો એકનો એક દીકરો સ્વ સંજયભાઈ લોખીલ નું કોરોના કાળ દરમિયાન એક નાની ઉંમરે મૃત્યુ પામેલ જેને સંતાનમા નાની દિકરી છે સંજયભાઈ લોખીલ એક આહિર સમાજના સામાન્ય પરીવારના છે તેવો યુવા અવસ્થામાં સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલા હતા તેની ઇચ્છા પૂર્તિ માટે બાલસર ગામના આહિર સમાજના યુવાનો દ્વારા સંજયભાઈ લોખીલને શ્રદ્ધાંજલી રૂપે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ જેમા ગામના આહિર સમાજના યુવાનો તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના આહિર સમાજ તેમજ સવૅ સમાજના યુવાનોએ રક્તદાન કેમ્પમાં ભાગ લઇને સંજયભાઈ લોખીલને શ્રદ્ધાંજલી આપેલ તેમજ આ રક્તદાન કેમ્પમા બોહોળી સંખ્યા આહિર સમાજની મહિલાઓએ રક્તદાન કરી સમાજને નવી રાહ ચીંધેલ
સંજયભાઈ લોખીલને શ્રદ્ધાંજલી ના બ્લડ ડોનેશન કેમ્પમા પધારેલ આહિર સમાજના અગ્રણી સ્વામી નારાયણ સંપ્રદાયના ભક્તિ સ્વામી તેમજ રાજકીય અગ્રણીઓ દ્વારા દિપ પ્રાગટય કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ
રક્તદાન કેમ્પમાં પધારેલ ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા, પુર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ,કમલેશ મીરાણી ભાજપ રાજકોટ શહેર પ્રમુખ, નાગદાનભાઈ ચાવડા પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ,ઘનશ્યામભાઈ હેરભા ટ્રસ્ટી પી ડી માલવીયા કોલેજ,વશરામભાઈ સાગઠિયા પૂર્વ વિપક્ષ નેતા,લોક સાહિત્યકાર દેવાયત ખવડ,કે.કે.રાણાવસીયા લોધિકા મામલતદાર,આર જે રામ સાહેબ આહીર સમાજ વૈચારિક ક્રાતિ ગ્રુપના પ્રણેતા,વિજયભાઈ કોરાટ મંત્રી પ્રદેશ કિસાન મોરચો, ભાવેશભાઈ લોખીલ,નરેન્દ્રસિંહ જાડેજા રાજકોટ લોધિકા સંઘના ચેરમેન,સહદેવસિંહ જાડેજા જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન,મોહન દાફડા જીલ્લા પંચાયત ચેરમેન ન્યાય સમિતિ, મુકેશભાઈ તોગડીયા જીલ્લા પંચાયત દંડક,તેમજ જીલ્લા પંચાયત સદસ્ય એવા રાજુભાઈ ડાંગર,શૈલેષભાઈ ડોબરીયા, અમૃત મકવાણા,ગીતાબેન રાઠોડ તાલુકા પ્રમુખ લોધિકા તેમજ સર્વે સમાજના પ્રમુખશ્રીઓ તમામ રાજકીય પાર્ટીના તાલુકા તેમજ જીલ્લાના આગેવાનો હાજર રહ્યા હતા
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા