➡ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી. ઓડેદરા, પો.સબ ઇન્સ.શ્રી એન.જી.જાડેજા, શ્રી પી.આર.સરવૈયા તથા પેરોલ ફર્લો તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.
➡ આજરોજ એલ.સી.બી.નાં માણસો જેસર પોલીસ સ્ટેશન હેઠળનાં વિસ્તાર માં નાસતાં-ફરતાં આરોપીઓની તપાસ સબબ પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે, વલસાડ જીલ્લાના પારડી પોલીસ સ્ટેશનના પ્રોહી. ગુ.ર.નં.૧૪૬/૨૦૧૪ પ્રોહી.એકટ કલમઃ- ૬૫ એ.ઇ.૮૧ ૧૧૬(બી) વિગેરે મુજબના ગુન્હાના કામે નાસતો-ફરતો લીસ્ટેડ આરોપી જતીનભાઇ બારૈયા રહે.જેસરવાળો હાલ ક્રીમ કલરનું ટી-શર્ટ તથા સ્કાય બ્લ્યુ કલરનું જીન્સ પેન્ટ પહેરીને ભુતનાથ હોટેલ,જેસર ખાતે હાજર છે.જે બાતમી આધારે સ્ટાફનાં માણસોએ બાતમી વાળી જગ્યાએ આવતાં ઉપરોકત વર્ણનવાળો જતીનભાઇ ઉર્ફે જતો બાધાભાઇ બારૈયા ઉ.વ.૨૯ ધંધો-મજુરી રહે.રાણીગાળાના રસ્તે, વાડી વિસ્તાર,જેસર જી.ભાવનગર વાળો હાજર મળી આવેલ.તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે જેસર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.
➡ આમ, ભાવનગર,એલ.સી.બી.ને વલસાડ જિલ્લાનાં પારડી પોલીસ સ્ટેશનનાં ઇંગ્લીશ દારૂનાં ગુન્હામાં છેલ્લાં સાતેક વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેવામાં સફળતા મળેલ છે.
➡ આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી વી.વી.ઓડેદરા સાહેબ તથા એન.જી. જાડેજાસાહેબ, પી.આર.સરવૈયા સાહેબ ની સુચના અને માર્ગદર્શન અનુસાર હેડ કોન્સ.અરવિંદભાઈ બારૈયા, મહિપાલસિંહ ગોહિલ, પોલીસ કોન્સ. અલ્તાફભાઇ ગાહા તથા ડ્રાયવર સુરૂભા ગોહિલ એ રીતેના સ્ટાફના માણસો જોડાયા હતાં.