Breaking NewsLatest

વિશ્વ ફોટોગ્રાફી દિવસ: એક સલામ પ્રેસ ફોટોગ્રાફીની સાહસિક અને યાદગાર તસ્વીર સાથે તેઓના અનુભવના વર્ણનનો ચિતાર આપતા ગુજરાતના વરિષ્ઠ ફોટોગ્રાફર કે એમ શર્માજીને

ગાંધીનગર: આજે વિશ્વ ફોટોગ્રાફી દિવસ છે ત્યારે ગુજરાતના વરિષ્ઠ અનુભવી ફોટોગ્રાફર કે એમ શર્માજી ને અભિનંદન.. વર્ષોની મહેનત દ્વારા આંગળીના ટેરવે નિત નવી ઇતિહાસની ગવાહી આપતી તસવીરો તેમના દ્વારા કેમેરામાં કંડારવામાં આવી હતી તેની સાથે તેમના અવિસ્મરણીય અનુભવને વાંચવાની તક અનેરી જ હોઈ શકે આવો વાંચીએ એક તેમના સંભારણાની કહાની..

આજે ફોટોગ્રાફી દિવસ મારી પ્રેસ ફોટોગ્રાફીની યાદ આપ સૌ સાથે શેર કરતા આનંદ અનુભવુ છું..આ ફોટો મારી પ્રેસ ફોટોગ્રાફીની સાહસિક અને યાદગાર તસ્વીર માની એક છે, જામનગર એર ફોર્સનો ફોટો છે,

જામનગર કલેકટર શ્રી સિકકરી હતા અમારા માહિતિ ના કમિશ્નર હતા એ સ્વ શરદભાઈ મહેતા 1980 નવી સરકાર માં ત્યાં DDO તરીકે નિયુક્ત હતા અમે કવરેજ ટીમ બહુ વહેલી સવારે ગાંધીનગર થી નીકળ્યા રાષ્ટ્રપતિ સ્વં નિલમ સંજીવ રેડી અને એમના પત્ની દિલ્હી થી સિધ્ધાં જામનગર પ્રથમ વખત જ આવી રહ્યા હતા, એરફોર્સ હદ મા પ્રવેશ માટે કોઈ પત્રકાર કે કોઈપણ મીડિયા પરમીશન આપવા બાબત આગલે દિવસ થી માથાકુટ હતી અમારા માહિત અધિકારી  રાજકોટ થી અને જામનગર થી ગેઇટ પર હાજર હતા પણ ફોટોગ્રાફી, વિડિઓગ્રાફી, ફિલ્મ કરવા કોઈને પણ પરમીશન ના મળી તેમ છતાં મુખ્યમંત્રી, સાથે મંત્રી સ્થાનિક જામનગર ના હતા એમણે સ્વાગત કરવા આવેલા એરફોર્સ અધિકારીઓ વિનીતિ કરી આ અમારો કવરેજ સ્ટાફ છે, ગાંધીનગર રાષ્ટ્રપતિ પહેલીવાર આવે છે કવરેજ કરવા વિનંતી, પણ તેમણે હોકિટોકી દ્વારા જેતે અધિકારીઓ સાથે વાત કરી પણ ના પાડી.

અમે મુખ્યમંત્રી,મંત્રી,કલેકટર સૌ આગમન /પ્રસ્થાન મંડપ સુઘી ગયા ત્યાં ફરજ પર ના એરફોર્સ અધિકારી એ કડક સૂચના આપી કોઈએ અહીથી આગળ જવાનું નથી જશો તો તમારા સાધનો સાથે રૂલ્સ મુજબ જપ્ત થશે.એમની મેં અને એ વખતે T.V.કેમેરા નહિ પણ અમારા વિભાગ દ્વારા ડોક્યુમેટ્રી ફિલ્મ ઉતારવામાં આવતી કેમેરામેને અને મેં વિનિતી કરી પણ એકના બે ના થયા, કેમેરામેને કહ્યું હું આ વજનદાર કેમેરો લઈ ને નહિ આવું, અમારા સ્થાનીક અધિકારીઓ (માહિતિ વિભાગ) કોઈ ને પણ પત્રકારો,અન્ય અખબાર મીડિયા કોઈને પણ નથી આવવા દીધા તો આપણે અહીં પેગોડા રહીએ અને મળે તો ઠીક, મારી પાસે 120, રોલીફલેક્સ કેમેરો ત્યાં નજીક ગયા વગર ફોટો શક્ય નહતો. પણ તપાસ કરતા ભારતીય એરફોર્સ  પ્લેન ઉતરવાનું હતું ત્યાં બાજુમાં બે હેલિકોપ્ટરથી સીધા દ્વારિકા જવાના હતા. મને ખુબજ ચિંતા થઇ મનમાં આ વાત સમસમી ગઈ આવવાની પળ થઈ એરફોર્સ ચીફ કમાન્ડર ના પત્ની સાથે બે ત્રણ એરફોર્સ જવાનો બુકે ને વસ્તુ લઈ  આવતા હતા મારી પાસે ઉભેલા એરફોર્સના અધિકારી ને પુચ્છા કરી ત્યારે ખબર પડી મેડમ ચીફ ફોર્સ ના પત્ની છે મેં સ્માઈલ આપી બાજુમાં જઈ નમસ્કારક કરી મારો પરિચય આપતા આપતા અને ફોટોગ્રાફ પાડી પ્રેસ માં મોકલવાની વાત પણ જણાવી,તેમની સાથે ચાલવા લાગ્યો અમારી પાછળ એરફોર્સ વડા મુખ્ય મંત્રી ,કલેકટર,અને મંત્રી,એમ ચાર જણા જ આવતા હતા એમને ખબર પડી કે આ સાથે સાથે જાય છે ત્યાં તો લાલ જાજમ અને પ્લેન ઉતર્યું ત્યાં પહોંચી ગયા એમને અને મેં વાતો તો આજુ બાજુ જોતા ચાલુ રાખી હતી.

બપોર નો સમય હતો રાષ્ટ્રપતિ તેમના પત્ની ઉત્તરીયાં સૌ એ સ્વાગત કર્યું મારા  હદયમાં ધબકારો કોઈ અંદાજ નહિ .અંદર પ્રેરણા થઈ જે થાય તે જોયું જશે. કલેકટર ને મુખ્યમંત્રી ,મંત્રી શ્રી જોઈ રહ્યા હતા એમને પણ મારા તરફ જોઈ વ્યાકુળ જણાયા,સ્વાગત પત્યું અને મેડમ ને કહી રાખેલું તેમ મેં રાષ્ટ્રપતિ, મુખ્યમંત્રી અને ચીફ કમાડર વિનિતી કરી ત્યાંજ ગ્રુપ ગોઠવ્યું એર ફોર્સ ફોટોગ્રાફર દિલ્હી થી આવેલા રાષ્ટ્રપતિ ફોટોગ્રાફર ઓળખીતા નીકળ્યાએમની સાથે હાથમિલાવ્યો એમને પણ હેલિકોપ્ટર માં જવાની ઉતાવળે, ઉપરોક્ત ફોટોગ્રાફ એક બે લીધા ને મેં એ લોકો હેલિકોપ્ટરમાં મૂકી ને આવે એ પહેલાં દોડતે  પગલે જલ્દીથી પાર્કિંગ જગ્યા  સુધી નીકળી કેમેરો બેગમાં મૂકી ગાડીમાં ગોઠવાઇ ગયો.. મુખ્યમંત્રી શ્રી માધવસિંહજી હું નીકળ્યો ત્યારે મરક મરક હસતા હતા એમને હેલિકોપ્ટરથી હાથ પણ ઉંચો કર્યો. દ્વારિકામાં ફોટોગ્રાફર બીજા યુનિટની જીલ્લા દ્વારા વ્યવસ્થા હતી એમ અમે તાબળ તોબ રાજકોટ પહોંચી એ વખતે પ્રેસ B/W. ફોટોગ્રાફ હતા લેબમાં બનાવી રાજકોટ અને સૌરાષ્ટ્ર પ્રેસ નકલો આપી તુરત અમદાવાદ આવવા નીકળ્યા.

અમદાવાદમાં પણ પ્રેસમાં એજ દિવસે રિલીઝ પણ કર્યા. એ પછી એક વખત એરફોર્સ ચીફ કમાન્ડર ગાંધીનગર રાજભવન શ્રીમતીસાથે આવેલા, સ્વં શારદમૂકરજીને જામનગર એર ફોર્સ કાર્યકમ્ અંગે મળવા આવેલા મેડમ પણ સાથે હતા,તે ઓળખી ગયા,ત્યારે તેઓ એ કામને બિરદાવ્યું રાજ્યપાલ શ્રી ને વાત પણ જાણી થોડું હાસ્ય પણ રહ્યું, અમોને પણ એરફોર્સ આવવાનું નિમંત્રણ આપ્યું…

ફોટોગ્રાફી… એ…દુનિયામાં અનેક કલાક્ષેત્રોમાં મુખ્ય ચિત્ર અને ફોટોગ્રાફી છે. ચિત્રકલા તો હજારો વર્ષો જૂની છે.પણ ફોટોગ્રાફી લગભગ ૧૭૦વર્ષ જૂની છે.૨૧મી સદીમાં વિકાસ પામેલી ફોટોગ્રાફી કળાએ માનવજાત અને વિજ્ઞાનને ખરા અર્થમાં સમૃદ્ધ બનાવી દીધું છે.

જેનો મુખ્ય પુરાવો આજે ઘરબેઠા દેશવિદેશના લાઈવ શો નિહાળી શકીએ છીએ તે છે. આ અતિ મહત્વના અને માનવ સાથે રોજના જીવનમાં વણાઈ ગયેલા ફોટોગ્રાફીના ઇતિહાસની ટુકમાં ઝાંખી કરીએ:

ઈ.સ.૧૮૩૯આ જીપ્સે અને ડાગુરે નામના વૈજ્ઞાનીકોએ ફોટોગ્રાફીની શોધ કરી ત્યારથી પીનહોલ કેમેરા, BOX કેમેરા અને આજના અતિ આધુનિક ડીજીટલ કેમેરે સુધીની વિકાસયાત્રા અવિરત કહેલું રહી. ઈ.સ.૧૫૫૮ આ ગીસોવાના બાટીસ્ટા ડેલાપાર્તાએ અંધારાવાડું નાના કાણાવાળું બોક્ષ બનાવ્યું. જેને ઓબ્સ્ક્યોરા નામ અપાયું. બાદ ઈ. સ. ૧૮૨૬માં ફિલ્મની શોધ થઇ. ૧૮૩૯માં અમેરિકન વૈજ્ઞાનિક જ્યોર્જ ઈસ્ટમેન કોડાક કંપનીની સ્થાપના કરી, કોડાકનો  બોક્ષ કેમેરા વિશ્વ બજારમાં મુકયો. કેમેરાના લેન્સની શોધ થતા આજનો અતિ આધુનિક અને સરળ કેમેરા અસ્તિત્વમાં આવ્યા. પેન્ટેક્ષ કોનોકા કેમેરા બજારમાં મુક્યા તો તે સાથે જ કેપ્સુલ કેમેરા, સોનોગ્રાફીના કેમેરા પણ બજારમાં આવ્યા. આજે તો ડીજીટલ લેબ શરુ કરી રોલ પ્રોસેસ્સિંગ માટેની લેબ. દ્વારા લોકોને ઝડપથી, સુલભ અને મનપસંદ સ્ટાઇલના વિવિધ ફોટોગ્રાફીનો લાભ મળે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાટીદાર દિકરી નાં માનવ અધિકાર હનન મામલે કૂર્મી સેના મેદાનમાં : મુખ્યમંત્રી ને આવેદન પાઠવ્યું

સરકાર દ્વારા આ બાબતે નક્કર કાર્યવાહી કરવામાં નહી આવે તો કૂર્મી સેના માનવઅધિકાર…

સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠકમાં પાણીના સંગ્રહ માટે 303.93 લાખના વિકાસ કામોને મળી સૈધાંતિક મંજૂરી.

ધારાસભ્ય મહેશ કસવાળાની પાણી બચાવાવની અનોખી મુહિમ કૃષ્ણગઢ તળાવ માટે 146 લાખ,…

વઢિયાર પંથકમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા જીજ્ઞાબેન શેઠ અનાથ બાળકોની વ્હારે આવ્યા….

એબીએનએસ પાટણ: જિલ્લાના વઢિયાર પંથકમાં શંખેશ્વરનું જન મંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના…

1 of 679

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *