ગુજરાતમાં ઘણા લાંબા સમયથી શિક્ષિત બેરોજગારો અટકેલી ભરતી શરૂ કરવા સરકારને સતત રજુઆત કરતા આવ્યા છે.કોરોનાના કારણે જમીની આંદોલન કરવું શક્ય નથી તેથી ઉમેદવારો દ્વારા ટ્વીટર આંદોલનો થયાથી માંડીને તાલુકા અને જિલ્લા કક્ષા સુધી આવેદનો આપવામાં આવ્યા છે ત્યારે અંતે સરકાર દ્વારા મંત્રણા માટેની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠક ઉપર સમગ્ર ગુજરાતના શિક્ષિત બેરોજગારો મીટ માંડીને બેઠા હતા પરંતુ આ બેઠકમાં કોઈજ નિર્ણય ન આવતા ઉમેદવારોની આશા પર પાણી ફરી ગયું હતું.
સમગ્ર ગુજરાતમાં આ બેઠકની ચર્ચાઓએ જોર પકડ્યું હતું અને અનેક શિક્ષિત બેરોજગારોએ આ બેઠકને લઈને અનેક સવાલો ઉભા કર્યા તેમ જ જુદા જુદા સામાજિક સંગઠન વચ્ચે વિવાદ ઉભો થાય એવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું.શિક્ષિત બેરોજગાર ઉમેદવારો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે સમાજમાં કોઈ વિખવાદ ઉભો ન થાય બાબતનું ધ્યાન સરકાર દ્વારા રાખીને પછી જ મંત્રણા માટે આમંત્રણ આપવું જોઈએ અને ખરા અર્થમાં જે શિક્ષિત બેરોજગાર હોઈ અને સ્પર્ધાત્મક તૈયારી સાથે જોડાયેલ હોઈ તેમને જ અગ્રીમતા આપવી જેથી કરીને કોઈ સામાજિક વિગ્રહ સમાજમાં ઉભો ન થાય અને ભરતીના ઉમેદવારોને વહેલી તકે ન્યાય મળી રહે.