➡પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ તથા પો.સબ.ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા પો.સબ ઇન્સ. પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તાર માંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
➡ આજરોજ એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગરનાં શિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉપરોકત સુચના અનુસંધાને પેટ્રોલીંગ માં હતાં.તે દરમ્યાન ભાવનગર, શિહોર મેઇન બજારમાં સરકારી દવાખાના પાસે આવતાં પો.કો. બીજલભાઇ કરમટીયાને બાતમીરાહે હકિકત મળેલ કે, શિહોર, નવા ભીલવાસ ખાતે વિનુભાઇ ભવાનભાઇ ભીલના ઘર પાસે ખુલ્લી જગ્યામાં જાહેરમાં અમુક ઇસમો સ્ટ્રીટ લાઇટનાં અંજવાળે પૈસા-પાના વતી તીનપત્તીનો જુગાર રમે છે. આ ચોક્કસ બાતમી આધારે સ્ટાફનાં માણસોએ બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં….
1️⃣ કાળુભાઇ વીનુભાઇ ડેડીયા ઉ.વ.૩૦
રહે.નવો ભીલવાસ,ધુમડશા વિસ્તાર,શિહોર
જી.ભાવનગર
2️⃣ પ્રકાશભાઇ ઉર્ફે પીન્ટુ ભરતભાઇ ભીલ
ઉ.વ.૨૨ રહે. શિહોરી માતાનો ખાંચો,શિહોર
જી.ભાવનગર
3️⃣ લક્ષ્મણભાઇ કમાભાઇ આલ ઉ.વ.૪૦ રહે.
ભીલવાડાનો ખાંચો,શિહોર જી.ભાવનગર
આ જુગારવાળી જગ્યાએ ઉપરોકત ત્રણેય ઇસમો પાસેથી તથા પટમાંથી ગંજીપતાનાં પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/-રોકડા રૂ.૩૯,૦૦૦/-મળી આવતાં તપાસ અર્થે કબ્જે કરી તેઓ વિરૂધ્ધ શિહોર પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.
➡ આમ,જાહેરમાં સ્ટ્રીટ લાઇટનાં અંજવાળે પૈસા-પાના વતી તીનપત્તીનો જુગાર રમતા કુલ-૦૩ ઇસમોને રૂ.૩૯,૦૦૦/- મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે.
➡ આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ તથા પોલીસ સબ ઇન્સ.શ્રી એન.જી.જાડેજા, પી.આર.સરવૈયાનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં પો.હેડ કોન્સ. જયદાનભાઇ લાંગાવદરા,પો.કોન્સ. બીજલભાઇ કરમટીયા તથા હરીચંદ્દસિંહ ગોહિલ વિગેરે માણસો જોડાયા હતાં.