અમિત પટેલ અંબાજી
શક્તિપીઠ અંબાજી ગુજરાતનુ સૌથી મોટુ શક્તિપીઠ છે આ ધામ ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી ખાતે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે અને ધન્યતા અનુભવે છે ત્યારે કેટલાક માઇ ભકતો મંદિર ખાતે પોતાની વસ્તુ ભૂલી જતા હોય છે ત્યારે 30 નવેમ્બર ના રોજ ઍક મહિલાની સોનાની ચેન પડી જતાં સિક્યુરિટી જવાન દ્વારા જમાં કરાવી મૂળ માલિકને પરત આપવામા આવી હતી ત્યારે આજે ફરીથી સિક્યુરિટી જવાન ની સુંદર કામગીરી જૉવા મળી હતી.
આજરોજ તા.૨/૧૨/૨૦૨૧ ના બપોરના એક વાગ્યા ના સમયે અંબાજી મંદિર ખાતે નાળિયેર સ્ટેન્ડ પાસે એક ભાવિક ભક્તનુ લેડીઝ પર્સ પડી ગયેલ હતુ જે ફરજ પરના સુરક્ષા જવાન GISF અંબાજીના રહેવાસી ગાર્ડ જગદિશભાઇ સરગરા ને મળી આવતા જેમા રોકડ રૂ. ૫૨૯૦/- હોવાનુ જાણાતા તેઓએ પોલીસ કંટ્રોલ રૂમ ઉપર PSI શ્રી આર.કે.વાણિયા સાહેબ પાસે જમા કરાવતા આ બાબતે મંદિરમા એનાઉન્સ કરાવવા મા આવ્યુ તેમજ મંદિર ના ફરજ બજાવતા તમામ સુરક્ષા જવાનો પોલીસ, એસ.આર.પી., હોમગાર્ડ, GISF ના વોટ્સેપ ગ્રુપ મા મેસેજ કરીને તમામને જાણ કરવામા આવેલ અને મુળ માલિક આદિપુર (કચ્છ )ના રહેવાસી – અંજનાબેન હરસુખભાઇ સોની ની શોધ ખોળ કરી રોકડ રૂ. ૫૨૯૦/- નુ પર્સ સહી સલામત તેમને પરત આપીને ખુબજ સરાહનીય અને બિરદાવવા લાયક કાર્ય કરેલ છે.