રિપોર્ટિંગ આનંદ ગુરવ.સુરત
માતા-પિતાની મિલીભગતથી ગર્ભ પરીક્ષણથી લઇને પુત્રીઓની ગર્ભમાં જ હત્યા કરીને તેને કચરામાં ફેંકવાનું અમાનવીય કૃત્ય ચાલી રહ્યું હોવાની માહિતી SMC જે મળતા ની સાથે જ મનપા તંત્ર દોડતું થઈ ગયું હતું,લિંગ પરીક્ષણ, ગર્ભપાત અને પુત્રીઓની હત્યા કરીને ફેંકવા માટે અલગ અલગ રેટ્સ રાખવામાં આવ્યા છે એવી માહિતી પણ મળી હતી, એક હોસ્પિટલમાં એક ટીમ પણ કામ કરે છે, જે પુત્રીઓ ને ના રાખવા માંગતા ભાવિ માતા-પિતાનો સંપર્ક કરીને સોદો કરે છે. ડૉક્ટરના એજન્ટો પણ કમિશન લઇને આ ગોરખધંધામાં સંડોવાયેલા છે. એજન્ટો પુત્રી ના ઇચ્છતા અને ગર્ભ પરીક્ષણ કરાવવા માંગતા લોકોને શોધે છે. એજન્ટો મોટા ભાગે ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રના લોકોને ટાર્ગેટ કરે છે. કામગીરીમાં સંપૂર્ણપણે ગોપનીયતા રખાય છે,પરંતુ મનપાની ટીમને બાતમી મળી જતા હરકતમાં આવી હતી અને તપાસ ના ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં સોનોગ્રાફી મશીન તો ના મળ્યું હતું જોકે અપરમાણિત તબીબની સર્ટી હોવાથી બે મહિલા તબીબોને ડિટેન કરવામાં આવ્યા હતા
હાલ તો આ સમગ્ર મામલો પાંડેસરા પોલીસ સ્ટેશનમાં પોહચી ગયો છે જ્યાં મનપા અધિકારીઓ દ્વારા ફરિયાદ નોંધવામાં આવતા આગળની વધુ તપાસ બંને મહિલા તબીબોને સાથે રાખી કરવામાં આવી રહી છે.