સુરતના ઉધના પુરવઠા ઝોનમાં ગરીબ લોકો પોતાના હકનું અનાજ મેળવા માટે વહેલી સવારથી ભેસ્તાન કેશવ નગર ખાતે પુરાવઠા ઓફિસે લાઇનમાં ઉભા રહી. દાવા અરજી અને રાશન કાર્ડ ચાલુ કરવા માટે આવતા હોય છે. ત્યારે ઉધના પુરવઠા વિભાગના અધિકારી અને એમના કર્મચારીઓ દ્વારા પ્રજા સાથે તોછડું વર્તન કરી અપમાનિત કરવામાં આવી રહ્યા છે….
ગાંધીના ગુજરાતમાં સરકારી બાબુઓના રાજમાં નફફટ બની ગરીબ પ્રજાને હેરાન કરતા સરકારી અનાજના વિક્રેતા અને ઉધના પુરવઠા ઝોનના ઝોનલ અધિકારી મહેશ એમ મોરી સાહેબ જે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર હંમેશા ગરીબ લોકોની ચિંતા કરતી આવી છે. કોરાના કાળમાં દરેક લોકોની હાલત ખુબજ કફોડી બની છે. ત્યારે મોદી અને રૂપાણી સરકાર દ્વારા અનેક પ્રજાલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાંથી એક ગરીબ લોકોને વિના મુલ્ય અને સાથે સસ્તા ભાવમાં અનાજ આપવામાં આવ્યું. ત્યારે સુરતના ઉધના પુરવઠા ઝોનના અધિકારી મહેશ એમ મોરી સાહેબ દ્રોરા ગરીબ લોકો સાથે તોછડું અને જાત પાત નું વર્તન કરવામાં આવી રહ્યુ છે. ગરીબ લોકો જે કોઈ પણ જાતિના અને ધર્મના હોય છે અને તેવો પોતાના દાવા અરજી અને રાશન કાર્ડ ચાલુ કરવા માટે વહેલી સવારથી લાઇનમાં ઉભા રહેતા હોય છે પરંતુ ઉધના પુરવઠા ઝોનના ઝોનલ અધિકારી મહેશ એમ મોરી સાહેબ પોતે પોતાની મોજમાં હોય તેમ જાણે રાજાઓની જેમ 11 વાગ્યા બાદ ઓફીસમાં આવી રહ્યા છે. ગરીબ લોકો જે સવારથી લાઈનમાં લાગી કોરોનની ગાઇડલાઈનનું ચુસ્ત પાલન કરી કોરોના ને ધ્યાને રાખી ગાઈડલાઈન્સ નું પાલન કરી રહ્યા છે છતાં સરકારી બાબુઓ સરકાર શ્રીની ગાઈડલાઈન્સ નું પાલન કરી રહ્યા નથી. જ્યારે ગરીબ લોકો વહેલી સવારથી પોતાનું કામ ધંધા છોડીને લાઇનમાં ઉભા રહી પોતાનો નંબર ક્યારે આવશે એની ચિંતામાં હોય છે. પરંતુ સરકારી ભાબુ મહેશ એમ મોરી સાહેબ તો ઓફિસમાં વચોટિયા અને દુકાનદાર સાથે ગપસપ માં અને ચાહ નાસ્તાની પાર્ટીમાં વ્યસ્ત હોય છે. ત્યારે ગરીબ અને ભોણી પ્રજા જે પોતાના હકનું અનાજ મેળવા માટે વહેલી સવારથી વરસાદ અને ક્યારે તડકામાં બાહર લાઇનમાં લગી ઉભા રહેતા હોય છે. પરંતુ સસ્તા અનાજના દુકાનદારો ખુરસી પર બેસી ગપસપ કરતા હોય છે. અને ઓળખાણ વાલા અને રૂપિયા આપી કામ કરાવતા કાર્ડ ધારકો લોકોને ઓફિસમાંથી ફોન કરી બાકાયદા ઓફિસમાં બોલવામાં આવે છે.
તો સવાલ એ ઉભો થાય છે કે કેમ ગરીબ લોકોને ઓફિસમાં બોલાવી જોર જોરથી બોલી તેનું અપમાન કરી ગેરવર્તન,અને તોછડું વર્તન કરી અપમાનિત કરવામાં આવી રહ્યા છે. અને મહત્વનું એ છે કે કોઈ ગરીબ અવાજ ઉઠાવે છે તો સરકારી બાબુ અને સરકારી અનાજના વિક્રેતા દ્વારા દાદાગીરી કરી તને રાશન કેવી રીતે મળે હું પણ જોઇસ. એમ કહીને ખુલ્લેઆમ લુખ્હી દાદાગીરી કરવામાં આવી રહી છે.જયારે કાયદા પ્રમાણે ઉચ કક્ષાના અધિકારી કે પુરવડા ઝોન ના અધિકારીએ દાવા અરજી બાદ લોકોના ઘરે વિજીટ કરી રાશન કાર્ડ સરું કરવાનું હોય છે. પરંતુ એવું કરવામાં આવી રહ્યું નથી . જ્યારે ગરીબ લોકોને મહેશ એમ મોરી સાહેબ અને એમના અધિકારીઓ દ્વારા ઓફિસમાં બોલાવી કોરોના અને સરકારની ગાઇડ લાઇનના ધજગ્રા ઉડવામાં આવી રહિયા છે.
તો હવે સવાલ એ ઉભો થાય છે કે સુરત શહેર પ્રજાના કલ્યાણ હેતુ નિમાયેલા હોનેસ્ટ નિષ્ઠાવાન કલેકટર સાહેબ શ્રી દ્વારા આવા ઝોનલ અધિકારીઓ પર કોઈ કાર્યવાહી થશે કે પછી મોરી સાહેબ અને સરકારી અનાજના વિક્રેતાઓ ગરીબ અને ભોળી પ્રજાને આવીજ રીતે હેરાન કરતા રહેશે તે જોવું રહ્યું….
આનંદ ગુરવ….