શહેર માં વધતા જતા ક્રાઇમ ને ધ્યાને લઇ ગુનાહિત પ્રવુતિ ને ડામવા સુરત રેન્જ ડી.જી.પી રાજકુમાર પાંડિયન દ્વારા જાંબાઝ પોલીસ ઇન્સપેક્ટર કે.વી ચુડાસમા ને ફરી એકવાર સુરત એલ.સી.બી નો ચાર્જ સોપાયો
કરંજ જી.આઈ.ડી.સી માંથી 1.57 કરોડ નું બાયોડિઝલ ઝડપાયા બાદ પોલીસ બેડામાં ભારે ખળભળાટ સર્જાયો હતો જેમાં જિલ્લાના ડી.જી.પી એ બે પી.એસ.આઈ ને સસ્પેન્ડ કરી દીધા હતા તેમજ એલ.સી.બી પી.આઈ ખાચર ની બદલી કરી અને એલ.સી.બી ચાર્જ પી.આઈ ધડુક ને સોપાયો હતો જોકે ધડુક પાસે અગાઉથી જ કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશનનો ચાર્જ હોવાથી તેમજ સુરત જિલ્લામાં અધિકારીઓ ની અછત હોવાથી સતત સ્ટેટ મોનીટરીંગ સેલ ના દરોડા, અધિકારી સસ્પેન્ડ થવા જેવી ઘટના એ વેગ પકડ્યો હતો આ સમગ્ર ઘટના ને ધ્યાને લઇ બોટલેગરો, માફિયાઓ તેમજ ગુનાહિત પ્રવૃત્તિ કરતા તત્વો ને ડામવા જિલ્લા એલ.સી.બી નો ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર ચુડાસમા ને ફરી એકવાર સોંપવામાં આવતા ગુનેગારો અને બોટલેગરો માં ભારે ફફડાટ મચી જવા પામ્યો છે.