– સ્ટેટ મોનીટરીંગ સેલના આંટા ફેરાથી સુષુપ્ત અવસ્થામાં રહેલી સ્થાનિક પોલીસમાં દોડધામ મચી
– પરપ્રાંતીય ખેપિયાઓની ધરપકડ કરી 14.35 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
કપિલ પટેલ અરવલ્લી
અરવલ્લી જીલ્લાની આંતર રાજ્ય સરહદો પરથી બુટલેગરો મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઘુસાડી રહ્યા છે શામળાજી રતનપુર ચેકપોસ્ટ બુટલેગરો માટે સિલ્ક રૂટ તરીકે જાણીતો છે છેલ્લા કેટલાક સમયથી બુટલેગરો લાઈન મારફતે વિદેશી દારૂ ઠાલવતા હોવાની બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલને મળતા અરવલ્લી જીલ્લામાં ધામા નાખતા સુષુપ્ત અવસ્થામાં રહેલી સ્થાનિક પોલીસમાં દોડધામ મચી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અરવલ્લીની રાજસ્થાન સરહદ પર સ્ટેટ મોનીટરીંગ સેલના આંટા ફેરાથી શામળાજી પોલીસ સંતર્ક બની રતનપુર ચેકપોસ્ટ નજીક એક ટ્રકમાંથી 8.6 લાખથી વધુના વિદેશી દારૂ સાથે બે શખ્સોને દબોચી લીધા હતા.છેલ્લા કેટલાક દિવસોથી મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડવામાં નિષ્ફ્ળ રહેલી શામળાજી પોલીસ સ્ટેટ મોનિટરિંગ સેલના આંટાફેરા વચ્ચે મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડવામાં સફળ રહેતા તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે, બુટલેગરોએ પોલીસતંત્રમાં રહેલા કેટલાક વહીવટદારો સાધી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઠાલવવામાં આવી રહ્યો હોવાની ચર્ચા પોલીસ બેડામાં ચાલી રહી છે.શામળાજી પી.એસ.આઈ ભરત ચૌહાણ અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરતાં બાતમીના આધારે એક ટ્રકમાં ચપ્પલ ભરેલ કાર્ટુનની આડમાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ- 5600 કીં.રૂ. 8.6 લાખનો જથ્થો જપ્ત કરી પરપ્રાંતીય ખેપીયા રાજીવ તૈલી અને રાજીવ અરોરાની ધરપકડ કરી 14.35 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડી ટ્રકમાં વિદેશી દારૂ ભરી આપનાર દિલ્હીના રાજેશ રોહની નામના બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.