(અમિત પટેલ.અંબાજી)
શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જ જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે 12 જૂનના રોજ અંબાજી મંદિર ખુલતા ભક્તો દૂરદૂરથી માતાજીનાં દર્શન કરવા આવી રહ્યા છે આજે 14 જૂનના રોજ અંબાજી મંદિર ટ્રસ્ટનું અંબિકા ભોજનાલય જય જલીયાણ સેવા કેમ્પ દ્વારા સંચાલન શરૂ કરવામાં આવ્યું અને આજે 2825 લોકોએ ભોજન લીધું હતું.
અંબાજી મંદિર ના ચેરમેન આનંદ પટેલ અને અંબાજી મંદિરના વહીવટદાર ની હાજરીમાં જય જલિયાણ સેવા કેમ્પ ના ટ્રસ્ટીઓ ની હાજરીમાં આજે સવારે દસ વાગ્યે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં સૌપ્રથમ નાની બાળાઓને કુમકુમ તિલક કરીને ભોજન આપવામાં આવ્યું હતું,અંબિકા ભોજનાલયમાં આજે 2225 લોકોએ ભોજન કર્યું હતુ.
@@અંબાજી આવતાં અને અંબાજીના લોકોએ માતાજીનો પ્રસાદ જરૂર લેવો@@
જગતજનની મા અંબા ના મંદિર દર્શન કરવા માટે દૂરદૂરથી ભક્તો અંબાજી આવી રહ્યા છે ત્યારે પ્રસાદરૂપે અંબિકા ભોજનાલય ખાતે જરૂર ભોજન કરવું જોઇએ આ સિવાય અંબાજી ખાતે રહેતા લોકોએ પણ ક્યારેક-ક્યારેક મા અંબાનો પ્રસાદ જરૂર લેવો જોઈએ
@@આજની માહીતી@@
શ્રી અંબિકા ભોજનાલય, અંબાજી
(જય જલીયાણ સદાવ્રત)
જમનાર યાત્રિકો ની સંખ્યા વિગત.
તા. 14/06/2021
સમય-10.00 થી 03.30
મોટા – 2125
નાના – 300
ટોકન વગરના – 400
કુલ – 2825