શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રીવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું જગતજનની માં અંબા નુ પ્રાચીન શક્તિ પીઠ છે . હાલમાં ભાદરવી પૂનમ નિમિત્તે વિવિઘ માર્ગો પર થી ભક્તો માતાજીનાં દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે નેતાઓ પણ અંબાજી મંદિર ખાતે આવી રહ્યાં છે આજે અલ્પેશ ઠાકોર અને શંકર ચૌધરી આવ્યા હતા.
અલ્પેશ ઠાકોર દ્વારા આજે મહેસાણા થી અંબાજી સુધી દર્શન યાત્રા શરૂ કરાઇ હતી અને જેનુ સમાપન અંબાજી ખાતે કરાયું હતું અલ્પેશ ઠાકોર સાથે મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો આવ્યાં હતા અને અંબાજી મંદિર ખાતે ધજા ચઢાવી દર્શન કર્યા હતા. આજે રાત્રે 8 વાગે બનાસ ડેરી ના ચેરમેન શંકર ચૌધરી આવ્યા હતા અને તેમને અંબાજી મંદિર ખાતે દર્શન કર્યા હતા અને ત્યારબાદ સિદ્ધ હેમ કેમ્પ ખાતે ભોજન પ્રસાદ ની મુલાકાત લીઘી હતી. અંબાજી સ્થાનીક ભાજપના નેતા હાજર રહ્યા હતા
પ્રહલાદ પૂજારી અંબાજી