“બેટી બચાવો બેટી પઢાવો” યોજનાના ૧૦ વર્ષ પુર્ણ નિમિત્તે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી, ભાવનગર દ્રારા આરોગ્ય વિભાગના સંકલનમાં અમૃત બાગ, મહુવા ખાતે 300 આશા વર્કર બહેનો સાથે PC & PNDT ACT અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
તા.૧૮/૦૨/૨૦૨૫ના રોજ જિલ્લા મહિલા અને બાળ અધિકારશ્રીની કચેરી, ભાવનગર દ્રારા આરોગ્ય વિભાગના સંકલનમાં સંકલ્પ ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન, યોજનાના કર્મચારીઓ દ્રારા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં અમૃત બાગ હોલ ખાતે “બેટી બચાવો બેટી પઢાવો” યોજનાના ૧૦ વર્ષ પુર્ણ નિમિત્તે 300 આશા વર્કર બહેનો સાથે PC & PNDT ACT અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેમાં જિલ્લા કવોલીટી એશ્યોરન્સ મેડીકલ ઓફિસરશ્રી, ડો.મનસ્વીબેન માલવીયા, મિશન કો-ઓર્ડિનેટર સંજયભાઈ ઘાઘરેટીયા, જેન્ડર સ્પેશયાલીસ્ટ હિતેશભાઈ ધોરીયા, (DHEW યોજના) ડો.મૈત્રીસર, નયનાબેન તાલુકા હેલ્થ વિઝિટર, જગદીશભાઈ, ડો.કિરણબેન, ડો.અનિતા બેન, આશાવર્કર તથા PBSC કાઉન્સેલર રામુબેન અને હેતલબેન હાજર રહેલ.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્રારા કરવામાં આવેલ ત્યારબાદ DHEW યોજનાના મિશન કો-ઓર્ડિનેટર દ્રારા પ્રાસંગિક ઉદબોધન અને યોજનાકીય માહિતી આપેલ ત્યારબાદ નયનાબેન પ્રાસંગિક ઉદબોધન આપેલ ત્યારબાદ જિલ્લામાંથી આવેલ DQAMO ડો. મનસ્વીબેન દ્વારા PC & PNDT ACT અંગે વિડિયો ક્લિપ અને PPTના માધ્યમ કાયદાની વ્યાખ્યા, જોગવાઈ અંગે ગુના અંગે, દંડ અંગે વગેરે મુદ્દાઓ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવેલ તથા DHEWના જેન્ડર સ્પેશ્યાલીસ્ટ દ્રારા ૧૮૧ એપ્લિકેશન, વ્હાલી દીકરી યોજના, મહિલા સ્વાવલંબન યોજના અને અન્ય કચેરીની યોજના અંગે માહિતી આપી તથા પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર (PBSC) કાઉન્સેલર રામુબેન અને હેતલબેન દ્વારા PBSC, OSC (સખી વન સ્ટોપ સેન્ટર), નારી સંરક્ષણ ગૃહ અંગે માહિતી આપવામાં આવેલ ત્યારબાદ ગાયનેકોલોજીસ્ટ ડો. કિરણબેન બલદાણીયા અને ડો. અનિતાબેન હડિયા મેડમ દ્રારા માહિતી આપવામાં આવેલ ત્યારબાદ DQAMO મેડમ દ્વારા PC & PNDT ACT અંતર્ગત શપથ લેવડાવમાં આવેલ અંતમાં સંજયભાઈ એ આભાર વિધિ કરી હતી.