ભાવનગર શહેરની એક એવી સરકારી શાળા કે જો વરસાદ આવે તો આ શાળાના ત્રણ વર્ગના વિદ્યાર્થીઓને શાળાએથી રજા આપી દેવી પડે તેવી પરિસ્થિતિ સર્જાય અને આ શાળા રાજ્ય કેબિનેટ શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીનો મત વિસ્તાર હોવા છતાં આવી પરિસ્થિતિ હોવા થી વિરોધપક્ષ દ્વારા પ્રશ્ન હલ નહી થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી…….
ભાવનગરના ચિત્રા વિસ્તારમાં આવેલી નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર 54 શ્રી મસ્તરામ બાપા પ્રાથમિક શાળા ખાતે વર્ગખંડની અછતના લીધે શાળાએ આવતા બાળકોને વર્ગખંડને બદલે શાળામાં લોબી સમાન ગણાતા હોલમાં બેસીને અભ્યાસ કરવો પડે છે. જેના કારણે જો ચોમાસા દરમિયાન વરસાદ પડે તો આ બાળકો શરૂ અભ્યાસે પડી જાય તેવી પરિસ્થિતિ સામે આવી શકે છે. જેના લીધે શાળાના શિક્ષકોને મજબૂરીથી આ વર્ગના વિદ્યાર્થીઓને ઘરે જવાની રજા આપવી પડે અથવા તો અન્ય કોઈ વર્ગખંડમાં બાળકોને બેસાડવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. મસ્તરામ બાપા પ્રાથમિક શાળા ખાતે હાલ 13 વર્ગખંડ કાર્યરત છે.
અને વર્તમાન સમયમાં કુલ 552 વિદ્યાર્થીઓ આ શાળામાં અભ્યાસ કરે છે. જ્યારે પ્રવેશોત્સવ નિમિત્તે હજુ પણ અન્ય બાળકોના એડમિશનની પ્રક્રિયા શરૂ છે. પરંતુ હાલ શાળા ખાતે અંદાજે ૧૮ વર્ગખંડની જરૂરિયાત છે. એટલે કે જરૂરિયાત કરતા પાંચ વર્ગખંડોની અછત છે. તેમજ આ શાળામાં 18 શિક્ષકોની જરુરીયાતો સામે 16 શિક્ષકો હોવાને લઈને બે શિક્ષકોની પણ અચત છે. જો પ્રવેશોત્સવ દરમિયાન શાળામાં બાળકોની સંખ્યા ૬૦૦ કરતાં વધુ પહોંચે તો હાલ જે પ્રકારે બાળકોને લોબીમાં અભ્યાસ કરવો પડે છે. તે વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધી જશે અને શિયાળા ઉનાળા ચોમાસા દરમિયાન આ વિદ્યાર્થીઓને કોઈના કોઈ પ્રકારે અભ્યાસમાં મોટી નુકસાની જઈ શકે તેમ છે. આ અંગે વિરોધ પક્ષના ઉપનેતા કાંતિભાઈ ગોહિલ દ્વારા આક્ષેપ સાથે જણાવ્યું હતું કે આ વિસ્તાર ભાવનગરના મેયર કીર્તિબેન દાણીધારીયાનો મત વિસ્તાર છે. સાથે રાજ્ય કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી નો મત વિસ્તાર છે. જે શિક્ષણ મંત્રી સમગ્ર રાજ્યમાં શિક્ષણને લઈને વિદ્યાર્થીઓના હીતની વાત કરે છે. તે જ શિક્ષણ મંત્રીના વિસ્તારમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓને ચોમાસા દરમિયાન અભ્યાસમાંથી રજા આપવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. સમગ્ર રાજ્યમાં શિક્ષણને લઈને અનેક મોટી જાહેરાતો કરે છે ત્યારે પોતાના મત વિસ્તારમાં સરકારી શાળાઓમાં ઓરડાઓની અછત પૂરી કરશે ? નહી તો વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ દ્વારા વિદ્યાર્થીઓના હિતને ધ્યાને રાખી ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે. જે અંગેની ચીમકી વિરોધપક્ષના ઉપનેતા દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.
બ્યુરો ચીફ અલ્પેશ ડાભી – ભાવનગર