Breaking News

ભાવનગરના ભેગાળી ગામના ઉપસરપંચે તેમના જન્મ દિવસની ઉજવણી બાળકોને પેન અને સ્કૂલ બેગનું વિતરણ કરીને કરી

નાની ઉંમરના ઉપસરપંચે બાળકો અને સમાજ સેવાનું કાર્ય કરીને ભારતની તંદુરસ્ત લોકશાહીનો પરિચય આપ્યો છે
———
ગોહિલવાડ એ સંતો અને શૂરાની ભૂમિ છે. તો સાથે દાન- સખાવત કરવાં માટે પણ આ ભૂમી પાછળ પડતી નથી. અનાથ કે વૃધ્ધો માટે જમવાં, કપડાં સહિતની વ્યવસ્થા કરવાની હોય કે સામાજિક, ધાર્મિક કોઇપણ કાર્ય હોય આ ધરાં પરથી કોઇને કોઇને મદદનો હાથ આગળ આવતો રહ્યો છે.

આવાં જ એક કિસ્સામાં માત્ર ૨૩ વર્ષની ઉંમરના અને ભાવનગરના તળાજાના ભેગાળી ગામના ઉપસરપંચશ્રી પી.ડી ડાભીએ તેમના જન્મ દિવસે ગામની શાળાના ધોરણ-૧ માં પ્રવેશ મેળવેલાં ૨૦ ભૂલકાઓને પેન્સીલ અને સ્કૂલ બેગનું વિતરણ કર્યું હતું. શાળા પ્રવેશોત્સવ બે દિવસ બાદ જ રાજ્યમાં યોજાવાં જઇ રહ્યો છે ત્યારે શાળા શિક્ષણની કેવી જ્યોત સમાજમાં પ્રજ્વલિત થઇ છે તેનું પણ આ ઉમદા ઉદાહરણ છે.

તેમણે આ ઉપરાંત ભેગાળી ગામની શાળાના ૨૦૦ વિદ્યાર્થીઓ અને જયજનની વિદ્યા સંકુલ, બપાળાના પાટીયા પાસે, તળાજાના ૧૧૦૦ વિદ્યાર્થીઓ મળી કુલ-૧,૩૦૦ વિદ્યાર્થીઓને પેન્સીલનું વિતરણ કરીને તેમના જન્મદિવસની ઉજવણીને સાર્થક બનાવી હતી.

બહું નાની ઉંમરે ગામના ઉપસરપંચ બનેલાંશ્રી પી.ડી.ડાભીએ પોતાની નાની ઉંમર છતાં સમજણમાં મોટા હોવાની આના દ્વારા સમાજને સાબિતી આપી છે. નાની ઉંમરમાં પણ આવી સમજ દ્વારા ભારતની લોકશાહી કેવી પુખ્ત બની ગઇ છે કે એક નાના ગામના ઉપસરપંચને પણ સમાજ અને ખાસ કરીને શિક્ષણની ચિંતા છે.

કોઇ વસ્તુ કેટલાં કિંમતની છે તેના કરતાં તેના પાછળનો ભાવ કેટલો અગત્યનો છે તે મહત્વનું છે. આ રીતે પી.ડી. ડાભીએ ભારતનું ભાવી એવાં બાળકો વચ્ચે તેમના જન્મ દિવસની ઉજવણી કરીને ભારતની લોકશાહી દિવસેને દિવસે વધુ પરિપક્વ અને તંદુરસ્ત બની રહી છે અને યુવા લોકો તેનું સફળતાપૂર્વક નેતૃત્વ લઇ રહ્યાં છે. તે ભારતના આશાસ્પદ ભાવિના દર્શન કરાવે છે.
——-
અલ્પેશ ડાભી બ્યુરો ચીફ ભાવનગર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વર્લ્ડ હેરીટેજ વીક – ૨૦૨૪ કચ્છ નહિ દેખા,તો કુછ નહિ દેખા; કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ – ધોળાવીરા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં તા. ૧૯…

ગુજરાત મીડિયા ક્લબ આયોજિત ‘ભારતકૂલ’ કાર્યક્રમનો અમદાવાદમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી…

1 of 342

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *