bhavnagarBreaking NewsEducationGujarat

ભાવનગરની કમળેજ પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો.

સમગ્ર ગુજરાતમાં પ્રારંભ થયેલ શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે ભાવનગરની કમળેજ પ્રાથમિક શાળા ખાતે આંગણવાડી અને બાલવાટીકાના બાળકોનો જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષ સ્થાને તેમજ ગાંધીનગરથી જી.સી.ઈ.આર.ટી.ના પ્રોજેક્ટ ઓફિસર ડૉ. અવનીબા મોરીની વિશેષ ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો.

જિલ્લા કલેકટરશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ આંગણવાડી અને બાલવાટીકાના બાળકોને કુમકુમ તિલક કરીને તેમજ ચોકલેટથી મોં મીઠું કરાવીને શૈક્ષણિક કીટ આપીને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો.

કાર્યક્રમ દરમ્યાન એન.એમ.એમ.એસ., સી.ઇ.ટી., જ્ઞાનસાધના પરીક્ષામાં તેમજ શાળામાં શિક્ષણ અને વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના પ્રારંભમાં મહાનુભાવોને પુસ્તક આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ તકે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલ એ જણાવ્યું હતું કે અષાઢી બીજના દિવસે કમળેજની શાળામાં યોજાયેલ શાળા પ્રવેશોત્સવ એક ઉત્સવ સમાન છે. જિલ્લા કલેકટરશ્રી એ પોતાનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે સરકારી શાળામાં અભ્યાસ કરીને આજે તેઓ કલેકટરની પોસ્ટ પર કાર્યરત છે. વિષમ પરિસ્થિતિમાં પણ મનોબળ મજબૂત રાખીને અભ્યાસ કરવા સલાહ આપી હતી અને બાળક, ચાલક અને પાલક નું મહત્વ સમજાવ્યું હતું.

આ તકે જી.સી.ઈ.આર.ટી.ના પ્રોજેક્ટ ઓફિસર ડૉ. અવનીબા મોરી એ બાળકોને રોજ શાળાએ આવવાની સલાહ આપી હતી તો તેમના વાલીઓને બાળકોને દરરોજ શાળાએ મોકલવાની વિનંતી સાથે ટકોર કરી હતી. તેમણે બાળકોને અષાઢી બીજનું મહત્વ સમજાવીને જણાવ્યું હતું કે આજે જ વિધાર્થીઓ તેમના માનસ પટલમાં સંકલ્પોની વાવણી કરવા સૂચન કર્યું હતું.

આ તકે સી.આર.સી. શ્રી ભાવસુખભાઈ જોશી, સરપંચ શ્રી હરિભાઇ સાંગા, એસ.એમ.સી. અધ્યક્ષ શ્રી રાજુભાઇ સાંગા, શાળાના પ્રિન્સિપાલ શ્રી વિજય ભાઈ પુરોહિત સહિત શાળાના શિક્ષકો, વાલીઓ તેમજ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંકુર વિદ્યાલય પાલિતાણાની બહેનો દ્વારા વડાપ્રધાનને રક્ષાસૂત્ર મોકલવાની અનોખી સંસ્કૃતિક પહેલ

જ્યારે સમગ્ર દેશમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવવાની તૈયારી ચાલી રહી છે, ત્યારે…

ભાવનગર ખાતે કન્ટેનર બનાવતી કંપની આવડકૃપાની મુલાકાત લેતા કેન્દ્રીય રેલ મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ

કન્ટેનર બનાવવાની સમગ્ર પ્રક્રિયા અને ટેકનોલોજી અંગેનું નિરીક્ષણ કરી માર્ગદર્શન…

ભાવનગર-અયોધ્યા સાપ્તાહિક ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ

ભાવનગર અયોધ્યા એક્સપ્રેસ ટ્રેનથી સંસ્કૃતિ અને શ્રદ્ધાનો સંગમ થશે : કેન્દ્રીય રેલ…

1 of 383

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *