Breaking News

રથયાત્રાના સમગ્ર રૂટ પર ૧૨૫ જેટલી ઇન્સ્ટન્ટ રંગોળીનું નિર્માણ કરતો શાહ પરિવાર

તત્કાલ રંગોળી બનાવવાં માટે ૨૫૦ કિલો ચિરોડીનો ઉપયોગ કરી ૧૨૫ જગ્યાએ રંગબેરંગી ડિઝાઇનના નિર્માણ દ્વારા ભગવાન જગન્નાથનું સ્વાગત

આસ્થા અને શ્રધ્ધાના પ્રતિક સમાન ભાવનગરની ભગવાન જગન્નાથજીની રથયાત્રા વિવિધતાસભર તો છે જ હવે તે રંગબેરંગી પણ બની રહી છે. આ રથયાત્રામાં વિવિધ ફલોટ્સ તો આકર્ષણનું કેન્દ્ર બનેલાં છે જ પરંતુ તેની સાથે રૂટ પરથી રથ પસાર થાય ત્યાં આગળ તત્કાળ રંગોળી બનાવી મનોહર દ્શ્ય પણ ઉભું થઇ રહ્યું છે.

રથયાત્રાના ૧૭.૫ કિલોમીટરના રૂટ પર ૨૫૦ કિલો ચિરોડીના ઉપયોગ થકી ૧૨૫ જેટલી ઇન્સ્ટન્ટ રંગોળી દોરવાની સેવા શહેરના શૈલેષભાઇ શાહ પરિવારના ૮ સભ્યો આપી રહ્યાં છે.

શાહ પરિવારના સભ્યશ્રી શૈલેષભાઈ પોતે ડેકોરેશનના વ્યવસાય સાથે સંકળાયેલાં છે અને દેશના અલગ અલગ ભાગોમાં તેમનું ગૃપ રંગોળી દોરવાં માટે તેમજ ડેકોરેશન સંબંધિત કામો માટે જાય છે.

છેલ્લાં બે વર્ષના અંતરાલ બાદ ફરીથી શરૂ થયેલ ભગવાન જગન્નાથજીની ૩૭ મી રથયાત્રા માટે ભગવાનના વિચરણના માર્ગો પર શાહ પરિવાર ભગવાનની રંગબેરંગી રંગોળી પૂરીને ભગવાનની ભક્તિ કરે છે.

શાહ પરિવારના સભ્યો દ્વારા છેલ્લાં ૧૩ વર્ષથી આ સેવા આપવામાં આવી રહી છે. વર્ષઃ ૨૦૦૯માં રથયાત્રા સમિતિના સંપર્કમાં આવ્યા બાદ સમિતિની મિટિંગમાં શ્રી શૈલેષભાઈ આ વિચાર રજૂ કર્યો હતો અને તેને અમલી બનાવી વર્ષોથી આ સેવા આપી રહ્યાં છે.

તેમણે કહ્યું કે, પોતાના જ પરિવારના નાનામાં નાના બાળક જેનીલ થી મોટામાં મોટા પોતે શૈલેષભાઈ સૌ સાથે મળી આ સેવા કરી રહ્યા છે. તેઓ પોતાની કાર તેમજ છોટા હાથીમાં જરૂરી સામાન લઈ સમગ્ર રૂટમાં નિર્ધારિત ૧૨૫ પોઇન્ટ પર રંગોળી બનાવવામાં આવશે. આ રંગોળીઓ તૈયાર કરવા માટે ૨૫૦ કિલો જેટલી ચિરોડીનો ઉપયોગ કરવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું કે, નાનામાં નાની રંગોળી થી લઈને સૌથી મોટી ૨૫×૨૫ ની રંગોળી તેઓ આ રથયાત્રામાં દોરે છે.

તેઓ દ્વારા સરેરાશ ૭ મિનિટમાં એક રંગોળી બનાવાય છે અને ઇન્સ્ટન્ટ રંગોળી પહિંદ વિધિ થઇ ગયાં બાદ રાત્રીના ૧૦ વાગ્યા સુધી રથયાત્રાના માર્ગો પર બનાવવામાં આવે છે.

અલ્પેશ ડાભી બ્યુરો ચીફ ભાવનગર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૮૩ કિ.રૂ.૬૧,૭૩૮/-નાં મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.…

રૂ.૪૦,૦૦૦/-ના ચોરી થયેલ મોબાઇલ ફોન સાથે એક ઇસમને ઝડપી મોબાઇલ ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

દેશી બનાવટની પિસ્ટલ કિ.રૂ.૧૦,૦૦૦/- નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી…

ભાવનગર યુનિવર્સિટીનાં ઈતિહાસ વિભાગનાં વિદ્યાર્થીઓએ ભારતીય રાષ્ટ્રીય અભિલેખાગારની મુલાકાત લીધી

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી - શામળદાસ કોલેજ ના, ઈતિહાસ વિભાગના…

1 of 347

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *