Breaking News

વર્ષાઋતુને પગલે ધારીનો ખોડિયાર જળાશય ૮૦ ટકા ભરાયો, અમરેલી અને ભાવનગર જિલ્લાના ૪૬ ગામોને સતર્ક રહેવા અનુરોધ

જળાશયથી નીચેના વિસ્તારો કે ભાગમાં કે નદીના પટમાં અથવા કાંઠાના વિસ્તારમાં અવર જવરના કરવાં વાયરલેસ ઓપરેટર, અમરેલી ફ્લડ સેલ દ્વારા સૂચના જારી

ધારી તાલુકાના ધારી ગામ પાસે શેત્રુંજી નદી પર આવેલા ખોડિયાર સિંચાઈ યોજનામાં પાણીની આવક થતા ગુરૂવારે સાંજે ૫.૦૦ વાગ્યાની સ્થિતિએ જળાશય ૮૦.૪૨ ટકા ભરાઈ ગયો છે. જળાશયમાં પાણીની સતત આવક થતાં ગમે ત્યારે જળાશયના દરવાજા ખોલવામાં આવે તેવી સ્થિતિ છે. આ સ્થિતિમાં મામલતદાર ડીઝાસ્ટર અમરેલી દ્વારા અમરેલી અને ભાવનગર જિલ્લાના ૪૬ ગામોને સતર્ક રહેવા સૂચના  આપવામાં આવી છે.

આ જળાશયથી નીચેના વિસ્તારો કે ભાગમાં કે નદીના પટમાં અથવા કાંઠાના વિસ્તારમાં વસતા હોય તેવા તમામને સાવચેત રહેવા અને એ વિસ્તાર કે આજુબાજુમાં અવર – જવર ન કરવા માટે અનુરોધ છે.

અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધારી તાલુકાના ધારી, આંબરડી, ભઠ, પાદરગઢ, બગસરાના હાલરીયા, હુલરીયા, અમરેલી તાલુકાના સરંભડા, નાના માંડવડા, મેડી, તરવડા, બાબાપુર, વાંકીયા, ગાવડકા, પીઠવાજાળ, વિઠ્ઠલપુર, મોટા ગોખરવાળા, નાના ગોખરવાળા, લીલીયા તાલુકાના કણકોટ, આંબા, ક્રાંકચ, બવાડા, બવાડી, ઇંગોરાળા, લોકા, લોકી, શેઢાવદર, લોકા, લોકી, સાવરકુંડલા તાલુકાના બોરાળા, જુના સાવર, ખાલપર, આંકોલડા,  મેકડા, ફિફાદ, ઘોબા, પીપરડી ઉપરાંત ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના ઠાંસા, જૂના ગુજરડા, મનાજી, રાણીગામ, સતાપડા, પાલીતાણા તાલુકાના ચોક, ડુંગરપુર, હાથસણી, જાલીલા, જીવાપર, રાણપરડા અને રોહિશાળા સહિતના ગામોમાં તેની અસર થઈ શકે તેમ છે, વાયરલેસ ઓપરેટર, અમરેલી ફ્લડ સેલ દ્વારા આજરોજ તા.૧૪ જુલાઈ, ૨૦૨૨ના રોજ સાંજે ૫.૦૦ કલાકે આ અંગે આથી સૂચના જારી કરવામાં આવી છે.  આ સ્થિતિએ ડેમમાં ૫,૭૮૭ ક્યૂસેક પાણીની આવક હોવાથી ગ્રામજનોને સાવચેત રહેવા અપીલ છે.

સંબધિત તાલુકાઓના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીશ્રીઓને આ બાબતે
વોર્નિંગ મેસેજ અનુસરી જે-તે  ગામોના સરપંચશ્રીઓ, તલાટી કમ મંત્રીશ્રીઓ અને ગ્રામજનોને આ અંગે જાણ કરી સાવચેત રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આંતરરાષ્ટ્રિય દિવ્યાંગ દિવસે પ્રજ્ઞાચક્ષુઓએ ગાંધીનગરમાં મુખ્યમંત્રીની પ્રત્યક્ષ મુલાકાત લીધી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં મુલાકાત…

શાળાની આકસ્મિક મુલાકાત લઈ ભૂલકાઓ સાથે આત્મીય સંવાદ કરી પ્રોત્સાહિત કરતા શિક્ષણ રાજ્યમંત્રી

સુરત:સંજીવ રાજપૂત: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ નગર પ્રાથમિક શિક્ષણ…

વર્લ્ડ હેરીટેજ વીક – ૨૦૨૪ કચ્છ નહિ દેખા,તો કુછ નહિ દેખા; કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ – ધોળાવીરા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં તા. ૧૯…

1 of 342

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *