Breaking NewsElectionGujarat

ભારતના ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી IT ઍપ્લિકેશન્સ અંગે ૧૦૦થી વધુ IT ઑફિસર્સને તાલીમ આપવામાં આવી

મુક્ત અને ન્યાયી ચૂંટણીઓના સંચાલનને વધુ સરળ અને સુચારૂ બનાવવા ભારતના ચૂંટણી પંચ તથા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી દ્વારા વિવિધ IT ઍપ્લિકેશન્સ તૈયાર કરવામાં આવી છે.આ ઍપ્લિકેશન્સના ઉપયોગ અંગે રાજ્યના તમામ જિલ્લામાં કાર્યરત IT ઍપ્લિકેશન્સ નોડલ ઑફિસર્સ,સિસ્ટમ સુપરવાઈઝર્સ તથા NIC ઑફિસર્સ માટે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી દ્વારા એક દિવસીય તાલીમ વર્કશૉપ યોજાયો.

ગાંધીનગર ખાતે અધિક મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી કુલદીપ આર્યના અધ્યક્ષસ્થાને યોજાયેલા તાલીમ વર્કશૉપમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા ઉમેદવારીપત્રો ભરવા,સોગંદનામા,વિવિધ પરવાનગીઓ,મતગણતરી,સર્વિસ વોટર પોર્ટલ અને સ્ટાફ રેન્ડમાઈઝેશન માટે તૈયાર કરવામાં આવેલી ENCORE ઍપ્લિકેશન,NGRS,EMS,C-Vigil તથા સુવિધા સહિતની IT ઍપ્લિકેશન્સ અંગે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરીના અધિકારીશ્રીઓ તથા IT તજજ્ઞો દ્વારા વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી.જેમાં રાજ્યભરમાંથી ૧૦૦ જેટલા IT ઍપ્લિકેશન્સ નોડલ ઑફિસર્સ,સિસ્ટમ સુપરવાઈઝર્સ તથા NIC ઑફિસર્સ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આંતરરાષ્ટ્રિય દિવ્યાંગ દિવસે પ્રજ્ઞાચક્ષુઓએ ગાંધીનગરમાં મુખ્યમંત્રીની પ્રત્યક્ષ મુલાકાત લીધી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં મુલાકાત…

શાળાની આકસ્મિક મુલાકાત લઈ ભૂલકાઓ સાથે આત્મીય સંવાદ કરી પ્રોત્સાહિત કરતા શિક્ષણ રાજ્યમંત્રી

સુરત:સંજીવ રાજપૂત: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ નગર પ્રાથમિક શિક્ષણ…

વર્લ્ડ હેરીટેજ વીક – ૨૦૨૪ કચ્છ નહિ દેખા,તો કુછ નહિ દેખા; કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ – ધોળાવીરા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં તા. ૧૯…

1 of 354

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *