ભાવનગર (તખુભાઈ સાંડસુર દ્વારા)
ભાવનગર જિલ્લાની વલભીપુર તાલુકાની શ્રી હરિ ઓમ કન્યા પ્રાથમિક શાળાના મ.શિ.તરીકે સેવારત સુ શ્રી લીલાબેન ઠાકરડાને પર્યાવરણ કામગીરી અન્વયે ગાંધીનગર ખાતે સન્માનિત કરવામાં આવ્યા.
જે શાળાઓના શિક્ષકો પોતાની શાળામા પ્લાસ્ટિક વેસ્ટ એકત્રિત કરે અને સમગ્ર વિશ્વને પ્લાસ્ટિક પ્રદુષણથી બચાવે તેવા ઉમદા હેતુથી આ અભિયાન ચલાવવામાં આવ્યું.રાજ્યના 160 શિક્ષક ભાઈ બહેનોએ પોતાનો સમય આપીને આવી તક ઝડપી હતી.તેથી તેઓને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ પ્રમાણપત્ર અને મેડલ દ્વારા સન્માન સમારોહમાં ગાંધીનગર એસએસસી કેમ્પસ ખાતે સૌનું સન્માન કરાયું.
જેમાં ભાવનગર જિલ્લાની શ્રી હરિઓમ કન્યા પ્રાથમિક શાળાના શ્રી લીલાબેન ઠાકરડાએ શાળામાં પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાનમાં જોડાઈને શાળાના બાળકોના સહકારથી 500 જેટલી બોટલોમાં નકામું પ્લાસ્ટિક ભેગું કરીને બોટલમાં ભરીને તૈયાર કરેલ છે.
એ બોટલ લાવનાર તમામ બાળકોને સ્ટેશનરીની કીટ આપી સન્માન પણ કરવામાં આવ્યું હતું.આ બોટલોનો શિક્ષણમાં બેસ્ટ ઉપયોગ કરેલ છે.બોટલો ઉપર નકામા પાઠ્યપુસ્તકના ચિત્રો કટીંગ કરીને લગાડી 500 બોટલનો ઉપયોગ શિક્ષણમાં કરવામાં આવેલ છે.
બોટલ ઉપર પ્રાણી, પક્ષી,ફળ, ફૂલ અંકો એબીસીડીના કટીંગ લગાડી શિક્ષણમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. બોટલોના ઉપયોગથી વર્ગખંડમાં અને શાળામાં અવનવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ તહેવારને અનુસંધાને કરવામાં આવશે.
આ સન્માન કાર્યક્રમમાં શિક્ષણ નિયામક શ્રી એમ એન રાવલ ,શ્રી સચિવ શ્રી એમ એમ મહેતા ,શ્રી પુલકીત જોશી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ મદદનીશ સચિવ, વગેરે ઉપસ્થિત રહ્યા અને તેઓ સૌ તથા આ પ્રકલ્પના નિર્માતા શ્રી નરેશભાઈના વરદ હસ્તે પ્રમાણપત્ર અને મેડલ એનાયત કરવામાં આવેલ છે