Breaking News

ગુજરાત પોલીસ દ્વારા ગુરૂ વંદનાના ખાસ દિવસ એવા શિક્ષક દિનની અનોખી ઉજવણી કરવામાં આવી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુરૂ વંદનાના ખાસ દિવસ એવા શિક્ષક દિન નિમિત્તે આજે ગુજરાત પોલીસ દ્વારા એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પોલીસ અધિકારીઓએ પોતાની આખી જિંદગી ગુજરાત પોલીસ સેવામાં વિતાવી છે અને અનેક નવીન પરિવર્તનો હાથ ધરી ગુજરાત પોલીસના ગૌરવમાં વધારો કર્યો છે, તેવા ડીજીપી અને એડીજીપી સહિતની રેન્કના નિવૃત્ત પોલીસ અધિકારીઓને એક મંચ પર એકત્રિત કરી તમામ અધિકારીઓનું આદરપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું.

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં ૪૦થી વધુ નિવૃત્ત ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે સૌ આમંત્રિત નિવૃત્ત અધિકારીઓને આવકારતા જણાવ્યું હતું કે, દેશ અને રાજ્ય માટે જે સમર્પિત ભાવથી આપ સૌ નિવૃત્ત અધિકારીઓએ સેવા આપી છે તેનો આદર અને સન્માન કરવું એ માત્ર કર્તવ્ય જ નહિ અમારી ફરજ પણ છે.

વિકાસ સહાયે ઉમેર્યું કે, ‘પરિવાર’ની ભાવના આપણા પોલીસ ખાતામાં વિશેષરૂપે જોવા મળે છે, એટલે જ ‘પોલીસ પરિવાર’ શબ્દ ખાસ સંભાળવા મળે છે. આ પરિવારમાં નિવૃત્ત પોલીસ અધિકારીઓ પણ એક મહત્વનું સ્થાન ધરાવે છે. એટલે જ, માર્ગદર્શક તરીકે ગુજરાત પોલીસને હરહંમેશ યોગ્ય રાહ ચીંધતા નિવૃત્ત સૌ અધિકારીઓને મેન્ટર તરીકે સન્માનિત કરવા માટે શિક્ષક દિનથી ઉચિત અન્ય કોઈ દિવસ ન હોઈ શકે.

આ પ્રસંગે પોલીસ ભવન ખાતે ફરજ બજાવતા અધિકારી-કર્મચારીઓની સુવિધા માટે અંદાજે રૂ.૭.૪૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આધુનિક જીમ, ઘોડિયાઘર તેમજ બે કોન્ફરન્સ હોલનું પણ નિવૃત્ત અધિકારીઓ તેવા ગુરુજનોના હસ્તે નામાંકન કરવામાં આવ્યું હતું.

શિક્ષક દિવસ પ્રત્યેક વ્યક્તિને પોતાની સફળતાના આધાર એવા ગુરુજીનું સ્મરણ કરવાનું યાદ અપાવે છે. આજે ગુજરાત પોલીસે પણ સૌ પથદર્શક નિવૃત્ત અધિકારીઓ એવા ગુરુજનોનું સન્માન કરીને આ દિવસને સાચા અર્થમાં ઉજવ્યો છે.

આ વિશેષ સન્માન સમારોહ પ્રસંગે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે સૌ આમંત્રિત મહાનુભાવોનું સ્વાગત પ્લાન્ટ અને મોમેન્ટો આપીને કર્યું હતું. આ પ્રકારના કાર્યક્રમનું આયોજન સૌ પ્રથમ વખત થયું હોવાના ભાવ સાથે સૌ આમંત્રિત નિવૃત્ત અધિકારીઓ દ્વારા આ આયોજનની પ્રશંસા કરી હતી અને પોતાના લાગણીસભર પ્રતિભાવો પણ વ્યક્ત કર્યા હતા. આ પ્રસંગે જેલ ડીજીપી કે.એલ.એન રાવે સ્વાગત પ્રવચન કર્યું હતું અને આર્મ્સ યુનિટ એડીજીપી રાજુ ભાર્ગવે સૌ આમંત્રિતોનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ સમારોહમાં નિવૃત્ત ડીજીપી પી.કે.બંસલ, પી.સી. પાન્ડેય, એસ.એસ. ખંડવાવાલા, પ્રમોદ કુમાર, પી.પી. પાન્ડેય, ગીથા જોહરી, શિવાનંદ ઝા, એ.કે. સિંઘ, ઓ.પી.માથુર, અનિલ પ્રથમ સહિતના નિવૃત્ત ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ તેમજ ગુજરાત પોલીસમાં સેવારત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આંતરરાષ્ટ્રિય દિવ્યાંગ દિવસે પ્રજ્ઞાચક્ષુઓએ ગાંધીનગરમાં મુખ્યમંત્રીની પ્રત્યક્ષ મુલાકાત લીધી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં મુલાકાત…

શાળાની આકસ્મિક મુલાકાત લઈ ભૂલકાઓ સાથે આત્મીય સંવાદ કરી પ્રોત્સાહિત કરતા શિક્ષણ રાજ્યમંત્રી

સુરત:સંજીવ રાજપૂત: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ નગર પ્રાથમિક શિક્ષણ…

વર્લ્ડ હેરીટેજ વીક – ૨૦૨૪ કચ્છ નહિ દેખા,તો કુછ નહિ દેખા; કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ – ધોળાવીરા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં તા. ૧૯…

1 of 342

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *