સીઆર પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, આ કેસમાં સંજીવ ભટ્ટ અને આર.બી.શ્રીકુમારની પણ શંકાસ્પદ ભૂમિકા રહેલી છે. જ્યારે તીસ્તા સેતલવાડ NGO મારફતે વિદેશમાંથી નાણાં મેળવી કાવતરામાં ઉપયોગ કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે 3 આરોપીઓના નામનો ઉલ્લેખ કર્યો હતો. જેના કારણે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કાર્યવાહી થઇ રહી છે. આ કોઇ બદલાની રાજનીતિ નથી. સુપ્રીમ કોર્ટનું 300 પેજનું જજમેન્ટ છે. PM મોદીને માત્ર બદનામ કરવાની નહી પણ ખોટા કેસમાં ફસાવવાનું ષડયંત્ર હતું. જે બહાર આવ્યું છે તેના અનુરૂપ કાર્યવાહી કરવામાં આવી છે.આ કાવતરાના સુત્રધારોને તેમના ફળ મળી રહ્યાં છે. આ કાવતરું રચવામાં આવ્યું, ત્યારે બન્ને સરકારી અધિકારીઓ હતા, આથી વધારે ગંભીર બને છે. SITની તપાસમાં ક્લીન ચીટ મળી હોવા છતાં તીસ્તા સેતલવાડે સુપ્રીમ કોર્ટમાં કેસ કર્યો હતો. આથી તીસ્તા સેતલવાડ, IPS સંજીવ ભટ્ટ અને શ્રીકુમાર વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. આ ત્રણેયની સામે કાયદેસરની કાર્યવાહી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શરૂ કરવામાં આવી છે.
૨૦૦૨ના ગુજરાત રમખાણો સાથે સંકળાયેલા કેસમાં
પીએમ નરેન્દ્ર મોદીની મળી ક્લીન ચીટ…
સુપ્રીમ કોર્ટના ચુકાદાથી દૂધનું દૂધ અને પાણીનું પાણી આઈ ગયું છે..
આ કોઈ બદલાની રાજનીતિ નથી…
સુપ્રીમ કોર્ટનું 300 પેજ નું જજમેન્ટ છે..
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે…