જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, ભાવનગર દ્વારા “નારી વંદન ઉત્સવ” અંતર્ગત સહજ ઓડિટોરીયમ, સ્વામી સહજાનંદ કોમર્સ કોલેજ એન્ડ મેનેજમેન્ટ, (SSCM) યુનિવર્સિટી, ભાવનગર ખાતે “મહિલા કલ્યાણ દિવસ” નિમિતે મહિલા જાગૃતત્તા શિબીર કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો વરદહસ્તે દિપ પ્રાગટ્યથી કરવામાં આવેલ ત્યારબાદ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત નીનાબેન પારેખ દ્વારા કરવામાં આવેલ ત્યારબાદ કાર્યક્રમમાં આવેલ મહેમાનોનુ બેટી બચાઓ બેટી પઢાઓ ના મગ તેમજ મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવેલ હતું. દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી હેતલબેન દવે દ્વારા નારી વંદન ઉત્સવ સપ્તાહ અંતર્ગત ૧ થી ૮ ઓગષ્ટના અલગ અલગ દિવસની થીમ અંગે પ્રાથમિક માહિતી આપી હતી ત્યારબાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી આર.કે.જાખણીયા દ્વારા પ્રાસંગીક પ્રવચનમાં મહિલાલક્ષી કલ્યાણકારી વિવિધ યોજનાની માહિતી આપેલ હતી. મુખ્યવક્તા ધ્વનિ રાજયગુરૂ દ્વારા મહિલાના કલ્યાણ તેમજ પોતાના હકો વિશે સમાજમા સ્વમાનભેર સ્થાન મેળવે તે અંગે પ્રાસંગિક પ્રવચન આપેલ ત્યારબાદ વિવિધ હેલ્પલાઇનની માહિતી કનીઝબેન કુરેશી દ્વારા આપવામાં આવી હતી.
મહિલા ITI ના ઇન્સ્ટ્ર્કટર હિરવાબેન શિયાળ દ્વારા આઇ.ટી.આઇ માં ચાલતા કોર્સ અંગે માહિતી આપેલ અંતમાં વ્હાલી દિકરી યોજનાના એક લાભાર્થીને દિકરી વધામણા કિટ તેમજ મંજુરી હુકમ અને કોલેજની બે વિદ્યાથીનીઓ કે જેમણે શૈક્ષણીક ક્ષેત્રે સિધ્ધિ મેળવેલ છે તેમને કિટ અને બેટી બચાઓ બેટી પઢાઓ યોજનાના લોગોવાળી ઘડીયાળ આપી સન્માન કરવામાં આવેલ હતું ત્યારબાદ DHEWના કર્મચારી દ્વારા આભારવિધી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી, આર.કે. જાખણીયા, કોલેજના વાઇસ પ્રિન્સીપાલ નીનાબેન પારેખ, દહેજ પ્રતિબંધક અધિકારી સહરક્ષણ અધિકારી હેતલબેન દવે, જિલ્લા રોજગાર કચેરીના કેરીયર કાઉન્સેલર ઉદયભાઇ વ્યાસ, મહિલા ITI ના ઇન્સ્ટ્ર્કટર હિરવાબેન શિયાળ, શિક્ષણ વિભાગના સાગરભાઇ પંડયા, મુખ્યવક્તા ધ્વનિ રાજયગુરૂ, OSC, PBSC, 181 ના કાઉન્સેલરો, DHEWના કર્મચારીઓ તેમજ કોલેજની દિકરીઓ ઉપસ્થિત રહ્યા હતા.