સમગ્ર દેશભરમાં જન્માષ્ટમી પર્વની ભારે ઉત્સાહ અને આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે પાલીતાણા ખાતેના ભવાની મંદિરેથી છેલ્લા 26 વર્ષથી નીકળતી જન્માષ્ટમી ની ભગવાન શ્રી કૃષ્ણની આજે 27 મી શોભાયાત્રાનું પ્રસ્થાન કેન્દ્રિયમંત્રી ડો.મનસુખભાઇ માંડવીયા ના હસ્તે કરવામાં આવ્યું હતું.
જેમાં ધારાસભ્ય,જિલ્લા ભાજપ પ્રમુખ,ગુજરાત ભાજપ સંગઠનના ઉપાધ્યક્ષ ,સંતો મહંતો અને મોટી સંખ્યામાં ભકતો શોભાયાત્રામાં જોડાયા હતા.જ્યારે આ શોભાયાત્રામાં અનેક ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
તીર્થ ધામ પાલીતાણા ખાતે આજે પરંપરાગત નીકળતી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા આયોજિત 27 મી શોભાયાત્રાના પ્રસ્થાન પ્રસંગે કેન્દ્રિયમંત્રી ડો. મનસુખભાઇ માંડવીયા આજે પાલીતાણા ભવાની મંદિર પહોંચ્યા હતા.જ્યાં માતાજીની પૂજા અર્ચના કરી બાલકૃષ્ણને રથમાં પધરાવી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.
ત્યારે આ તકે મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે આપણા તહેવારો અને શોભાયાત્રાઓ થકી લોકોમાં ધાર્મિક ભાવના અને એકતામાં વધારો થાય છે તેમજ આપણી સંસ્કૃતિના દર્શન પણ થાય છે
આ રથયાત્રા નિહાળવા પાલીતાણા ઉપરાંત આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તાર માંથી હજારો ની સંખ્યા માં ભાવિકો ઉમટી પડ્યા છે જ્યારે આ શોભાયાત્રામાં વિવિધ ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.બે કિલોમીટર લાંબી આ શોભાયાત્રા પાલીતાણા શહેરના વિવિધ વિસ્તારો માં લગભગ ૧૦ કિલોમીટર રૂટ પર ફરશે ત્યારે ભક્તો ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવશે
આ શોભાયાત્રામાં ખાસ વિવિધતાએ રહી છે કે દર વર્ષે આ શોભાયાત્રા કોમી એકતાનું પ્રતિક બની આપસી ભાઈચારાની ભાવનાને વધુ ગાઢ બનાવે છે