શાળા પ્રવેશોત્સવના આજે અંતિમ દિવસે મત્સ્યોદ્યોગ અને પશુપાલન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી પરસોતમભાઇ સોલંકીએ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાની શ્રી રાજપરા (ખોડિયાર),રામનગર,ગોપડેરી અને પાળીયાધાર ગામની પ્રાથમિક શાળાઓમાં આંગણવાડીમાં-૮૩,બાલવાટિકા-૯૨ ભુલકાઓનું નામાંકન તેમજ ધો.૧ના-૯૧ .વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ્સ આપી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.મંત્રીશ્રીનું પુસ્તક આપી સ્વાગત કર્યું હતું.
રાજ્યકક્ષાના મંત્રી શ્રી પરસોતમભાઇ સોલંકીએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે,કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ દ્વારા વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહ્યું છે ત્યારે,પાત્રતા ધરાવતા તમામ બાળકોએ અવશ્ય ભણાવવા જોઇએ.શિક્ષણ મેળવવાથી ઉજ્જવળ કારકિર્દી બનવાની સાથે ધાર્યા લક્ષ્યાંકો સિધ્ધ થાય છે,તેમ જણાવી પ્રવેશ મેળવનાર તમામ બાળકોને સફળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ અવસરે જિલ્લાના આગેવાન શ્રી ભરતભાઇ મેર તેમજ શ્રી માસાભાઇ ડાંગરે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની વિકાસયાત્રા અંગે પ્રવચન કર્યું હતું.ઉપરાત,શાળાના બાળકોએ બેટી બચાવો,બેટી પઢાવો તેમજ વૃક્ષારોપણની ઉપયોગીતા અંગે પોતાના વિચારો રજૂ કર્યાં હતાં.કાર્યક્રમ પૂર્ણ થયાં બાદ મંત્રીશ્રીએ શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.
આ તકે મામલતદાર શ્રી આર.જી.પ્રજાપતિ,જિલ્લાના આગેવાન શ્રી સુરેશભાઈ દવે,શ્રી વિક્રમસિંહ નકુમ,શ્રીમતી દિપાબેન બાંભણિયા,શ્રી કાળુભાઈ ચૌહાણ,શ્રી આણંદભાઈ ડાભી,શ્રી શંભુભાઈ ચૌહાણ,શ્રી ચીથરભાઇ પરમાર,શ્રી નારસંગભાઇ ભંડારી,શ્રી ગેમાભાઈ ડાંગર સહિત જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ,શાળાના આચાર્યશ્રીઓ તેમજ પ્રવેશ મેળવનાર ભૂલકાઓ,વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.