Breaking News

“મોંબાઈલ જ છે એ યંત્ર, જેને બગાડ્યું છે જીવનતંત્ર”

-ડૉ. મહાવી ઓ. માકડીયા

ઘરના એક પ્રસંગે સહુ ભેગા થયા હતા અને બધી બહેનો વાતો કરવમા મસ્ગુલ હતી. ચર્ચાનો વિષય હતો ‘મોબાઈલ’. રશ્મિ કહે કે, “મારી પિંકિ તો આખો દિવસ મોબાઈલમા ભણવાના વિડિઓ જોઈને બધું જાતે જ શીખી જાય છે, એની સ્કૂલમાં મેડેમ કરાવે એ પેલા એ ઘરેથી જ શીખીને ત્યાં ક્લાસમાં સૌથી પેલો જવાબ આપે, મોબાઈલના લીધી એ ઘણું સરસ શીખી શકે છે જે કદાચ હું પણ એને શીખવી ના શકત.

” શીવરી કહે કે, “મારી દિશા તો આખો દિવસ દોસ્તો સાથે મૅસેજ અને વાતોમાં જ પડી હોય છે, ભણવામાં બિલકુલ ધ્યાન નથી આપતી, આ મોબાઈલ તો યુવાનોની જિંદગી સાવ બરબાદ કરી નાખી છે, સવારે ઉઠે ત્યારથી રાત્રે ઊંઘે ત્યાં સુધી બસ મોબાઈલ જ હાથમાં હોય.”

વાતોવાતોમાં ક્યારે જમવાનો સમય થઇ ગયો ખબર જ ના પડી. બધા જમવા બેઠા હતા. સોનાલી પોતાના એક વરસના દીકરા રિંકુને જમાડવાની કોશિશ કરતી હતી પણ રીન્કુનું ધ્યાન રમતમાં હતું એટલે એ જમતો નહતો. સોનાલીએ તરત મોબાઈલ કાઢીને ગાડીનો વિડીયો ચાલુ કર્યો કે તરત રીન્કુ વિડીયો જોતા જ જમવા લાગ્યો. રીન્કુ જલ્દી જમતો હતો કે પછી રમવા જવા થાય, સોનાલીએ ટકોર કરતા કહ્યું કે, “બેટા રોટલી ગરમ છે ધીમે જમવાનું નહિતર જીભ દાઝી જશે.”

ત્યાં બાજુમાં બેઠેલા શીલાબેન બધા બહેનોને સંબોધતા બોલ્યા કે, “બહેનો હમણાં આપણે મોબાઈલ વિષય ચર્ચા કરતા હતા એ વાતની હું અહીં સરખામણી કરવા માંગુ છું. જેમ આપણે સહુ બાળકોને સમજાવીએ છીએ કે રોટલી ગરમ હોય તો એને થોડી ઠંડી થાય પછી ખવાય, એમ જ આપણે જયારે મોબાઈલ બાળકોને આપીયે છીએ ત્યારે આપણી જીમેદારી છે કે આપણે તેને તેના ફાયદા અને ગેરફાયદા સમજાવીએ. મોબાઈલ આજના યુગની જરૂરિયાત છે એ આપણે નકારી ના શકીયે પણ ધ્યાન એ રાખવાનું કે આપણે મોબાઈલને વાપરવાનો છે, ના કે મોબાઈલ આપણે (ખોટો સમય વેડફાવીને) વાપરે. જેમ કે રશ્મિના મૂદામાં મોબાઈલથી ફાયદો થાય છે જયારે શીવરીના મૂદામાં મોબાઈલથી નુકશાન થાય છે.

અને બાળકોએ સમજવું જોઈશે કે મોબાઈલ જરૂરિયાત છે એને આદત ના બનાવાય, કારણ કે આપણા વડીલો કહેતા કે જિંદગીની જરૂરિયાતો વ્યાજબી છે પણ ખોટા શોખ અને આદતો જીવન બરબાદ કરી નાખે છે. બાકી એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આપણું બનાવેલું યન્ત્ર આપણનેજ ના બનાવી જાય.” આ વાત સાથે જ સહુનું જમણવાર પૂરું થઇયું અને સહુ એક સરસ શીખ સાથે લઇને પોતપોતાને ઘરે વિદાઈ થયા.

આપ મારી આ રચનાને વિડિઓ સ્વરૂપમાં મારી યુટ્યૂબ મોટીવેશન ચેનેલ Dr. Mahavi’s Motivation Cafe માં આ લિંક પર જોઈ શકો છો:- https://youtu.be/V9_P4B_r8FA

એક સાહિત્યકારે મોબાઈલ પર એક બહુ સમજવા જેવી કવિતા લખી છે જે હું અહીંયા રજુ કરું છું.

આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો

જરૂર જેટલી જ લાગણીઓ રિચાર્જ કરતો થઈ ગયો, ખરે ટાણે જ જીરો બેલેન્સ દેખાડતો થઈ ગયો,

આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો……
સામે કોણ છે એ જોઈને સંબંધ રિસીવ કરતો થઈ ગયો, સ્વાર્થના ચસમાં પહેરી મિત્રતાને પણ સ્વિચ ઓફ કરતો થઈ ગયો, આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો…….

માં-બાપ ને વૃદ્ધાશ્રમ માં છોડી , ફ્રેન્ડ્સીપ ડે ઉજવાતો થઇ ગયો, જોઇને “પાપા” નો કોલ લાલ બટન દબાવતો એ થઇ ગયો, આ માણસ જાણે મોબાઈલ થઇ ગયો……

ઈન્ટરનેટ ના Mbps વધારવાના ચક્કર માં એ જિંદગી Brps ઘટાડતો થઇ ગયો, જોઈ બીજા ના નવા મોડલ , પોતાના મોડલ બદલતો થઇ ગયો, આ માણસ જાણે મોબાઈલ થઇ ગયો…….
આજે વોડાફોન તો કાલે વિડીયોકોન એમ, સ્કીમ નો ફાયદો જોઈ ને સંબંધો બદલતો થઇ ગયો, આજે હચ તો કાલે રિલાયંસ એમ ફાયદો જોઈ મિત્રો પણ બદલતો થઈ ગયો, આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો……………

હોય ભુજ ને ‘ભચાઉ છું’ એમ કહેતો એ થઇ ગયો, ઈન્ટરનેટ થી કનેક્ટ થવાના ચક્કરમાં, કુટુંબ થી એ ડીસ-કનેક્ટ થઇ ગયો, આ માણસ જાણે મોબાઈલ થઇ ગયો…

ઓનલાઈન દર્શન કરી મંદિરે જી’આવ્યો એમ કહેતો એ થઇ ગયો, ૧૮ કલાક ઓરકુટ,યાહૂ અને ફેસબુક માં ઓનલાઈન મિત્રો સાથે ચેટીંગ કરતો એ..બે ઘડી પ્રભુ સાથે “અંતર” ની મીટીંગ કરી નથી સકતો, આ માણસ જાણે મોબાઈલ થઇ ગયો…

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આંતરરાષ્ટ્રિય દિવ્યાંગ દિવસે પ્રજ્ઞાચક્ષુઓએ ગાંધીનગરમાં મુખ્યમંત્રીની પ્રત્યક્ષ મુલાકાત લીધી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં મુલાકાત…

શાળાની આકસ્મિક મુલાકાત લઈ ભૂલકાઓ સાથે આત્મીય સંવાદ કરી પ્રોત્સાહિત કરતા શિક્ષણ રાજ્યમંત્રી

સુરત:સંજીવ રાજપૂત: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ નગર પ્રાથમિક શિક્ષણ…

વર્લ્ડ હેરીટેજ વીક – ૨૦૨૪ કચ્છ નહિ દેખા,તો કુછ નહિ દેખા; કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ – ધોળાવીરા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં તા. ૧૯…

1 of 342

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *